બાંગ્લાદેશી ક્રિકેટ ટીમનાં ભારતનાં પ્રવાસ પર હાલ પ્રશ્નાર્થ લાગ્યો છે. બાંગ્લાદેશી ક્રિકેટરોએ નક્કી કર્યું છે કે જ્યારે તેમની માંગોને સંતોષવામાં નહીઆવે ત્યાંસુધી તેઓ કોઈપણ ક્રિકેટ ટૂર્નામેન્ટનો હિસ્સો નહી રહે. એક અહેવાલ અનુસાર આ ઘોષણા બાંગ્લાદેશી ક્રિકેટરોએ એક પ્રેસ કોન્ફોરન્સમાં કર્યો હતો. જેમાં બાંગ્લાદેશની ટેસ્ટ અને ટી20 ઈન્ટરનેશનલ ટીમનાં કેપ્ટન શાકિબ અલ હસન અને મહમુદ્લ્લાહ જેવાં દિગ્ગજ ખેલાડીઓ પણ શામેલ છે.

ઉલ્લેખનીય છે કે ખેલાડીઓ હડતાલ પર જતા રાષ્ટ્રીય ક્રિકેટ લીગ, ભારત શ્રેણી અને આંતરરાષ્ટ્રીય ટીમનો ભારત પ્રવાસ માટેનું પ્રશિક્ષણ શિબિર તૂટી પડતું હોય તેવું લાગે છે. માનવામાં આવે છે કે ક્રિકેટરોનો વિરોધ ગયા મહિને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના નિર્ણય જે બાંગ્લાદેશ પ્રીમિયર લીગના ફ્રેન્ચાઇઝી આધારિત મોડેલને સમાપ્ત કરવાનું કારણ છે.
ખેલાડીઓની 11 માંગો

ખેલાડીઓએ પોતાની માંગોની લિસ્ટ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આપી દીધી છે. જેમાં કુલ 11 માંગો રજુ કરી છે. જેમાં ફ્રેન્ચાઇઝી મોડલને ફરીથી લાવવાની માંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનાં બંધ કરાવાથી ખેલાડીઓની કમાણી પર અસર પડી રહી છે.
આ કારણથી વધી નારાજગી
ખેલાડીઓની નારાજગી એ સમયે વધી ગીઈ જ્યારે આ મહીને શરૂ થતી ફર્સ્ટ ક્લાસ પ્રતિયોગીતાની મેચ ફીમાં પણ વધારો કર્યો નહોતો. પ્રોફેશનલ એખલાડીઓ છેલ્લા એક મહિનાથી પણ વધારે સમયથી તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે.
ક્રિકેટરોને કેપ્ટન શાકિબનો સપોર્ટ

કેપ્ટન શાકિબ અલ હસને પણ બોર્ડના આ વલણથી નારાજગી વ્યક્ત કરી હતી. હસને તાજેતરના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ખેલાડીઓ પર દબાણ આવી રહ્યું છે અને તેમની સાથે વધુ સારું વર્તન થવું જોઈએ. શાકિબના આ મુદ્દાને ખેલાડીઓનો ઘણો સપોર્ટ મળ્યો. જો કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ ટીપ્પણીનો જવાબ આપ્યો ન હતો.
READ ALSO
- સારાનાં દિલકશ અંદાઝનાં ફેન થયા યૂઝર, જુઓ PHOTOS…
- ફક્ત 25 રૂપિયામાં રેલવે આપે છે આ ખાસ સુવિધા, મુસાફરોના બચશે હજારો રૂપિયા
- મોદી સરકારે આપી મોટી રાહત! FASTag ન હોય તો પણ ચિંતા નહી, આ તારીખ સુધી કરી શકશો કેશ પેમેન્ટ
- નાગરીકતા કાયદાના વિરોધમાં મોદી સરકારે જાહેર કરી એડવાઈઝરી, રાજ્યોને થયા આ આદેશો
- ફાસ્ટેગ નથી? ગભરાશો નહી આ રીતે કરો પેમેન્ટ, સરકારે આ તારીખ સુધી આપી રાહત