GSTV
Cricket

બ્રેક પછી ફોર્મમાં સુધારો આવશે: શાકિબ

બાંગ્લાદેશના ઑલરાઉન્ડર શાકિબ અલ હસને કહ્યુ કે, ”ટેસ્ટ ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય મારા ફોર્મને સુધારવામાં મદદ કરશે.” ઉલ્લેખનીય છે કે, શાકિબે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)પાસેથી ટેસ્ટ ફોર્મેટમાં 6 મહિનાનો બ્રેક લેવાની માંગ કરી હતી જેને બોર્ડે મંજૂર કરી દીધી છે.

શાકિબ હવે સાઉથ આફ્રિકા વિરુદ્ઘ રમાવવામાં આવનારી 2 ટેસ્ટ મેચની સીરિઝમાં બાંગ્લાદેશ ટીમનો ભાગ નહી રહે. એક રિપોર્ટ અનુસાર, શાકિબે કહ્યુ કે, ”ટેસ્ટ મેચમાં મને 4 ઇનિંગ રમવી પડે છે, જો હું અડધો સમય આપી રહ્યો છું તો ટીમની આશા પર નહી ખરો નહી ઉતરી શકું. મને લાગે છે જો હું 4 ઇનિંગમાં રમી શકું છું તો મારા માટે ટેસ્ટ મેચ રમવાનું સારું રહેશે. મારા માટે માત્ર રમવા માટે જ ટેસ્ટ મેચ નથી, આ મારું કામ છે, પરંતુ જો આ રમત માટે મને રૂચિ, પ્રેમ અને જૂનૂન નથી, તો આ રમવાનો કોઇ મતલબ નથી.”

30 વર્ષીય શાકિબે કહ્યુ કે, ”હું લાંબા સમયથી બ્રેક લેવા ઇચ્છતો હતો. તેનાથી મારા ફોર્મમાં સુધારો આવશે. હું છેલ્લા 10-11 વર્ષની સતત રમી રહ્યો છું અને ઘણુ રમી ચૂક્યો છું. આ કારણે મારી ફિટનેસ પર ધ્યાન આપવાનો સમય મળતો નથી, તેથી મને લાગી રહ્યુ છે કે મારે બ્રેક લેવો જોઇએ”

બ્રેકના આવેદન પર મળેલી ટીકાઓ અંગે શાકિબે જણાવ્યુ કે, ” હું જાણું છું મારું શરીર પર સતત રમવાથી શું અસર થઇ રહી છે. સીમિત ઑવરોના ફોર્મેટમાં રમવાનું મારા માટે બ્રેકને બરાબર છે તેથી મેં બંને ફોર્મેટમાં બ્રેક નથી લીધો.”

Related posts

IPL 2023 / 23 ડિસેમ્બરે કોચીમાં આઈપીએલની હરાજી યોજાશે, આ ખેલાડીઓ પર લાગશે બોલી

Hardik Hingu

પાકિસ્તાન ઈંગ્લેન્ડ પહેલી ટેસ્ટ મેચ પર પીસીસીએ લીધો મોટો નિર્ણય, આવી રીતે રમાશે મેચ

HARSHAD PATEL

IND A vs BAN A / ટીમ ઈન્ડિયાના બંને ઓપનર ખેલાડીએ ફટકારી શાનદાર સેન્ચુરી, ભારતની મેચમાં મજબૂત પકડ

Hardik Hingu
GSTV