બાંગ્લાદેશમાં રવિવારે એક પૂરપાટ ઝડપે દોડતી બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 16 લોકો મૃત્યુ પામ્યા. હજુ 24થી વધુ લોકો ઘવાયાની પણ માહિતી છે. પોલીસે જણાવ્યું કે ઈમાદ પરિભાન દ્વારા સંચાલિત ઢાકા જતી બસ સવારે આશરે સાડા સાત વાગ્યે મદારીપુરમાં એક એક્સપ્રેસ વે પર અનિયંત્રિત થઈ ગઈ હતી જેના લીધે તે ખીણમાં ખાબકી હતી. બસમાં કુલ 40થી વધુ મુસાફરો સવાર હોવાનો દાવો કરાયો છે.

મૃતકાંક વધવાની શક્યતા
પોલીસે કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કેમ કે અનેક ઘાયલોની હાલત ગંભીર જણાવાઈ છે. મદારીપુર પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ મોહમ્મદ મસૂદ આલમે કહ્યું કે ઘાયલોને જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડાયા હતા. એવું મનાય છે કે ડ્રાઈવરે બેદરકારીપૂર્વક ગાડી ચલાવતા અને બસમાં કોઈ ખામી સર્જાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
ટાયર ફાટ્યું હોવાની પણ આશંકા
ફરીદપુર પોલીસ સર્વિસના ઉપસહાયક નિર્દેશક શિપ્લૂ અહેમદે દુર્ઘટના વિશે જણાવતા કહ્યું કે એવું મનાય છે કે પૂરપાટ ઝડપે દોડતી બસનું ટાયર ફાટી ગયું હતું અને એના લીધે જ ડ્રાઈવરે નિયંત્રણ ગુમવતા બસ ખીણમાં ખાબકી હતી. નીચે જમીન પર બસ પટકાવાને લીધે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. ફાયરબ્રિગેડની ત્રણ ટીમ વાહનો સાથે ઘટનાસ્થળે બચાવ કામગીરી કરવા પહોંચી છે.
READ ALSO
- IPL 2023/ આઇપીએલ શરુ થાય એ પહેલા જ 1 ડઝનથી વધુ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, આ ટીમ છે સૌથી વધુ અસરગ્રસ્ત
- SOGના મેડિકલ સ્ટોર પર દરોડા! પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાઓનું વેચાણ કરતો વેપારી ઝડપાયો, મોટા પ્રમાણમાં નશાકારક સીરપ ઝડપાઈ
- સુરત / ફરી એકવાર સબસીડી યુક્ત યુરિયા ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, એકની ધરપકડ
- ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે
- વધુ એક કૌભાંડ! જામનગરમાંથી કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, DDGIએ નોટીસ ફટકારી