GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

પશ્ચિમ બંગાળ સરહદે બાંગ્લાદેશના સૈન્યનો ગોળીબાર : જવાન શહિદ, એકને ઈજા

પશ્ચિમ બંગાળમાં ભારત અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદે ‘ફ્લેગ મીટિંગ’ દરમિયાન બાંગ્લાદેશી સૈન્યના એક ગાર્ડે તેની એકે-47માંથી ગોળીબાર કર્યા બાદ સરહદ સલામતી દળ (બીએસએફ)ના એક જવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક જવાનને ઈજા પહોંચી હતી તેમ અિધકારીઓએ જણાવ્યું હતું. બાંગ્લાદેશના બોર્ડર ગાર્ડ (બીજીબી)ના સૈનિકના ઉશ્કેરણીજનક હુમલાથી બંને દેશો વચ્ચે તંગદીલીભર્યું વાતાવરણ સર્જાયું હતું અને આ મુદ્દે બીએસએફના વડા વી. કે. જોહરીએ બાંગ્લાદેશના તેમના સમકક્ષ અિધકારી મેજર જનરલ શફીનુલ ઈસ્લામ સાથે હોટલાન પર વાતચીત કરી હતી.

સૈનિક પદ્મ નદીની મધ્યમાં ઉભો હતો

બીજીબી ડિરેક્ટર જનરલ આ ઘટનાની વિગતવાર તપાસની ખાતરી આપી હતી તેમ તેમણે જણાવ્યું હતું. અિધકારીઓએ જણાવ્યું હતું કે મુર્શીદાબાદ જિલ્લામાં કાકમારિચાર સરહદે બીએસએફની પોસ્ટ પર સવારે 9 વાગ્યે બીજીબીનો સૈનિક ભારતીય માછીમારો સંબંિધત એક વિવાદના ઉકેલ માટે પદ્મ નદીની મધ્યમાં ઊભો હતો ત્યારે આ ઘટના ઘટી હતી.

ત્રણ માછીમારોની કરવામાં આવી હતી અટકાયત

સૂત્રોએ જણાવ્યું કે બીજીબીના સૈનિકે આંતરરાષ્ટ્રીય સરહદે ત્રણ ભારતીય માછીમારોની અટકાયત કરી હતી. આ માછીમારોને બીએસેફે ત્રણ કિ.મી. પહોળી પદ્મ નદીની મધ્યમાં આંતરરાષ્ટ્રીય સરહદની અંદર માછીમારીની મંજૂરી આપી હતી. આ નદીમાં હિલ્સા માછલીઓ મળી આવે છે.બીજીબીની એક ટીમે ત્રણમાંથી બે માછીમારોને છોડી મૂક્યા હતા અને તેમને બીએસએફના જવાનોને ફ્લેગ મીટિંગ માટે બોલાવ્યા હતા. છૂટેલા માછીમારોએ એક માછીમારને પકડયો હોવાનું બીએસએફને જણાવ્યું હતું. પરીણામે વિવાદનો ઉકેલ લાવવા માટે 117મી બટાલીયનના કમાન્ડર છ જવાનો સાથે બાંગ્લાદેશના સૈનિકોને મળ્યા હતા.

બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડના જવાને કર્યો હુમલો

બાંગ્લાદેશી સૈનિકોએ બંધક બનાવેલા ભારતીય માછીમારને છોડયો નહીં. જોકે, તેમની ‘ઉગ્રતા’ જોઈને બીએસએફના છ જવાનો પાછા ફરી રહ્યા હતા ત્યારે બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડના જવાન સૈયદે તેમના પર ગોળીબાર કર્યો હતો, જેમાં બીએસએફનો હેડ કોન્સ્ટેબલ વિજય ભાન સિંહને માથામાં ગોળી વાગતાં તેનું મોત નીપજ્યું હતું જ્યારે કોન્સ્ટેબલ રાજવીર યાદવને હાથમાં ઈજા પહોંચી હતી.

દાયકાઓથી નથી ચાલી એક પણ ગોળી

બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધો ઘણા જ સૌહાર્દપૂર્ણ છે અને બંને દેશો વચ્ચે દાયકાઓથી એક પણ ગોળી ચાલી નથી. આ ઘટના અપવાદરૂપ છે અને પરિસિૃથતિ વધુ વણસે નહીં તેની તકેદારી રાખવા પ્રયાસ કરાઈ રહ્યા છે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. બીએસએફે આ ઘટના અંગે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય અને વિદેશ મંત્રાલયમાં ટોચના સલામતી વિભાગોમાં માહિતી આપતાં હોબાળો મચી ગયો હતો.

READ ALSO

Related posts

કોરોનાકાળમાં માસ્ક-સેનિટાઈઝર અને સાઈડ ઈફેક્ટ્સથી રહો સજાગ, થઈ શકે છે મોટુ નુકસાન

Ankita Trada

જમ્મુ કાશ્મીરઃ સોપેરમાં સુરક્ષાદળો સાથે મુઠભેડમાં ત્રણ આતંકી ઠાર, સેનાનું સર્ચ ઓપરેશન

Mansi Patel

સચિન પાયલટનું મોટુ નિવેદન : 30 થી વધુ ધારાસભ્યો મારી સાથે, અલ્પમતમાં છે ગહેલોત સરકાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!