GSTV

શિવસેનાને મહારાષ્ટ્રમાં ખદેડી મૂકવા ભાજપની આ કદાવર નેતા સાથે સીએમ હાઉસમાં બેઠક

શિવસેનાને કોઇપણ સંજોગોમાં સત્તાથી બહાર ખદેડી મૂકવા માટે માજી મુખ્ય પ્રધાન, મહારાષ્ટ્ર સ્વાભિમાન પાર્ટીના અધ્યક્ષ નારાયણ રાણેએ કમર કસી છે અને એના માટે રાણેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ‘વર્ષા’ આ મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને ‘બંધ બારણે’ બેઠક કરી હોવાનું જાણવા મળે છે.

૧૨ વર્ષ બાદ કોંગ્રેસમાંથી બહાર નિકળેલા નારાયણ રાણેને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ ના મળતા તેમણે મહારાષ્ટ્ર સ્વાભિમાન પાર્ટીની સ્થાપના કરી ભાજપે રાણેને રાજ્યસભામાં મોકલ્યા પણ રાજ્યના પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું ન હતું. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે ભાજપે નારાયણ રાણેને ચૂંટણી ઢંઢેરો બનાવવાની કમિટીમાં સ્થાન આપ્યું પણ એનાથી રાણેને સંતોષ ના થયો. એક તરફ રાણે કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને ટેકો પણ લેવા તૈયાર થઇ ગયા છે  ત્યાં જ ભાજપ તરફથી રત્નાગિરી- સિંધુદુર્ગ આ કોંકણની એક બેઠક સાથે મુંબઇમાં એક અને બીજી ત્રણ એમ ૫ લોકસભાની બેઠકો આપવાની વાત ચાલી રહી છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાના વિનાયક રાઉતએ નારાયણ રાણેના પુત્ર નિલેશને હરાવ્યો એ જ બેઠક ઉપર નારાયણ રાણેને ફરીથી નિલેશને મેદાનમાં ઉતારવો છે એના માટે તેઓ બંને કોંગ્રેસ સાથે ભાજપનું પણ સમર્થન લેવા માટે તૈયાર થઇ ગયા હોવાનું પણ જાણવા મળે છે. દરમિયાન નારાયણ રાણેએ હું કોંગ્રેસમાં પાછો ફરવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી એવું કહીને કોંગ્રેસમાં જોડાવાના સમાચારને રદિયો આપ્યો છે.

Related posts

કોરોનાએ ડોક્ટરોને પણ ન છોડ્યા : દિલ્હીમાં 8 ડોક્ટરો શિકાર, 9 માસની ગર્ભવતી મહિલા ડોક્ટરને પણ કોરોનાનું સંક્રમણ

Karan

Corona ઈફેક્ટ: દેશની ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને 5 લાખ કરોડનું નુકસાન, 5 કરોડ લોકો ગુમાવશે નોકરી

Mansi Patel

Corona ઇફેક્ટ: વિદેશમાં ફસાયેલા ભારતીયોને હાલ પરત લાવવા મુશ્કેલ : કેન્દ્રએ હાથ ઉંચા કરી લીધા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!