બનાસકાંઠા પંથકમાં તીડ પર કંટ્રોલ મેળવી લેવામાં આવ્યો છે. જેને લઈને ખેડૂતોની ચિંતામાં ઘટાડો થયો છે. જે ગામમાં તીડે પાકનો સફાયો કર્યો છે તે ગામના તલાટી દ્વારા પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવશે. તલાટી ગામમાં થયેલા નુક્સાનીના ખેડૂતોની યાદી બનાવશે અને એ યાદીને આધારે ગ્રામસેવકો ખેતરમાં સર્વે કરશે. ત્યારબાદ ગ્રામ પંચાયત સર્વેનો રિપોર્ટ ખેતીવાડી વિભાગને મોકલશે. અને ખેતીવાડી વિભાગ સર્વેનો રિપોર્ટ સરકારને મોકલશે.
ઉલ્લેખનીય છે કે 11 તાલુકાનાં 110 જેટલા ગામોમાં તીડે આતંક મચાવ્યો હતો. અંદાજે 6 હજાર હેક્ટર જમીનમાં તીડનાં લીધે નુકશાન થયું છે. તીડનાં આક્રમણને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની 45 ટીમો, સ્થાનિક 100 ટ્રેક્ટર અને 2 ફાયર બ્રિગેડથી 15 દિવસ સુધી દવા છંટકાવની કામગીરી ચલાવવામાં આવી હતી. તંત્રનો દાવો છે કે, તીડ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…