GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા આ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના સુપડાસાફ કરી નાખ્યા

bjp

બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકા ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી. અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ભારતીબેન અખાણી અને ઉપપ્રમુખ તરીકે વસંતજી ઘંઘોસ બહુમતીના જોરે ચૂંટાઈ આવ્યા.

નગરપાલિકામાં કોંગ્રેસ પાસે 12 સભ્યો અને ભાજપ પાસે 11 સભ્યો હતા. પણ કોંગ્રેસના બે સભ્યો અંબાબેન મકવાણા અને કરીમખાન ગોરીએ બળવો કરીને ભાજપને ટેકો આપતાં કોંગ્રેસ લઘુમતીમાં આવી ગઈ. અને ભાજપે બહુમતીના જોરે થરા નગરપાલિકા કોંગ્રેસ પાસેથી આંચકી લીધી. કોંગ્રેસના બે બળવાખોર સભ્યોએ કામ ન થતું હોવાનું કહીને ભાજપના સમર્થનમાં આવ્યા.

ભાજપના એક નગરસેવકનું મૃત્યુ થતા કોંગ્રેસ પાસે 12 સભ્યો અને ભાજપ પાસે 11 સભ્યો હતા. પણ કોંગ્રેસના કેટલાક સભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. એટલે ભાજપ, કોંગ્રેસ પાસેથી સત્તા છીનવે તેવી પૂરેપૂરી શક્યતા હતી અને તેવું બન્યું પણ ખરું.

READ ALSO

Related posts

ચર્ચિત સુમુલ ડેરી ચૂંટણીનું પરિણામ જાહેર, સહકાર પેનલની 7 બેઠક પર જીત

pratik shah

મહિલાએ ભાઇને કહ્યું… પતિએ અમને ગોંધી રાખ્યા છે, મારી નાંખશે

Arohi

તમારૂ બાળક Online અભ્યાસ કરે છે તો આ વાંચી લો, ધોરણ-૮ની વિદ્યાર્થિનીને દુબઇથી બીભત્સ માંગણી કરતો ફોન આવ્યો અને…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!