GSTV
Home » News » ગુજરાત ભાજપના સાંસદે કહ્યું, ‘અમારી સરકાર છે પણ મારું કંઈ ઉપજતું નથી’

ગુજરાત ભાજપના સાંસદે કહ્યું, ‘અમારી સરકાર છે પણ મારું કંઈ ઉપજતું નથી’

બનાસકાંઠાના ભાજપના સાંસદ અને રાજ્યકક્ષાના પ્રધાન હરિભાઈ ચૌધરીનું દિલ્હીમાં કંઈ ઉપજતુ નથી. આ વાત અમે નથી કહેતા પણ ખુદ હરિભાઈ કહી રહ્યા છે. પાલનપુરમાં રેલવેના જનરલ મેનેજર સાથે વાતચીત દરમ્યાન તેમણે પોતાનો બળાપો કાઢ્યો. રેલવેની ટીકીટના રિઝર્વેશનમાં પોતાના કાગળની કોઈ વેલ્યુ નહિ હોવાનો તેમણે બળાપો કાઢ્યો હતો.

હરિભાઈએ કહ્યું કે 1998 થી તેઓ પાલનપુરથી રેલવેની ટીકીટ લેવા માંગે છે પરંતુ કોઈ સાંભળતું નથી. ખુદ ભાજપના પ્રધાન એમ કહેતા હોય કે વર્ષોથી તેમની સરકાર હોવા છતા દિલ્હીમાં તેમનું કંઈ ઉપજતુ નથી તો પછી આમ આદમીની માંગ કઈ રીતે સંતોષશે તે પણ એક સવાલ છે.

1980માં હરિભાઈએ ભાજપ સાથે જોડાઈ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. જેમાં તેઓ બનાસકાંઠાથી ત્રણ વખત સાંસદ રહ્યા હતા. 2013માં બનાસકાંઠાના સાંસદ મુકેશ ગઢવીનું મગજના આંચકાને લીધે થયેલા અવસાનના કારણે વચગાળાની ચૂંટણી યોજાઈ હતી જેમાં હરિભાઈ સાંસદ બન્યા હતા. હાલ હરિભાઈ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્રની સરકારમાં રાજ્યકક્ષાના ગૃહ મંત્રી તરીકેની ફરજ બજાવે છે. પણ તેમના નિવેદનના કારણે હવે ભાજપના જૂના જોગીઓનું કંઈ ઉપજતું ન હોવાનો પ્રશ્ન ઉભો થાય છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલ્ટો કરી કેસરીયો ખેસ ધારણ કરનારા નેતાઓને મસમોટી લ્હાણી કરવામાં આવે છે. જેમાં જ્વલંત ઉદાહરણ કુંવરજીભાઈ બાવળીયાનું છે. ત્યારે ભાજપના હરિભાઈ ચૌધરીના નિવેદનથી લોકસભાના ગૃહમાં વિપક્ષ દ્વારા કોઈ પ્રકારના પ્રહાર કરવામાં આવે છે કે નહીં તે પણ જોવાનું રહેશે.

READ ALSO

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!