ખેડૂતોને હતું ચાલો આ વર્ષે નહીં તો આવતા વર્ષે પણ…

બનાસકાંઠામાં છેલ્લા 4-5 વર્ષ થી બટાટામાં સતત મંદી આવતા ખેડૂતોને ફટકા પર ફટકા વાગી રહ્યા છે. ખેડૂતો ને આશા હતી કે ચાલો આ વર્ષે નહીં તો આવતા વર્ષે તેજી આવશે પણ બટાટા માં મંદીનો દોર ચાલુ રહેતા ખેડૂતો પાયમાલ થયા છે

આ વર્ષે પણ હાલમાં બટાટા નો ભાવ તળિયે બેસી ગયો છે જે બટાટા શરૂઆતમાં 5 થી 6 રૂપિયે કિલો હોલસેલમાં વેંચતા હતા તે હાલમાં 2 રૂપિયે કિલો પણ કોઈ લેવા તૈયાર નથી સારા ભાવ ની આશાએ ખેડૂતો એ બટાટા કોલ્ડ સ્ટોરેજ માં ભરાવ્યાં હતા હવે સારા ભાવ તો ઠીક પણ મૂડી જેટલા પણ પૈસા ઉપજે તેમ નથી. બનાસકાંઠાના કોલ્ડ સ્ટોરેજમાં હાલ 15 લાખ બોરી કરતા પણ વધારે બટાટા નો જથ્થો પડ્યો છે. બીજી તરફ હવે અઠવાડિયામાં નવા બટાટા આવવાની શરૂઆત પણ થઈ જશે જેથી જુના સ્ટોક ના બટાટા કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ ક્યાં નિકાલ કરવો તે પણ સમસ્યા સર્જાશે.

સતત મંદી ના કારણે કોલ્ડ સ્ટોરેજની લોન પણ ભરપાઈ ના કરી શકતા સ્ટોર માલિકોને પણ બેન્ક તરફથી નોટિસો ફટકરવામાં આવી રહી છે. ત્યારે સરકાર આ કોલ્ડ સ્ટોરેજના ઝડપથી વિકાસ પામેલા ઉદ્યોગને બેઠું કરવા કાંઈક રાહત આપે તેવી માંગ ઉઠી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter