GSTV
Home » News » એક જીપમાં 25 લોકોને બેસાડી જતી જીપને નડ્યો અકસ્માત, 10નાં કમકમાટીભર્યા મોત

એક જીપમાં 25 લોકોને બેસાડી જતી જીપને નડ્યો અકસ્માત, 10નાં કમકમાટીભર્યા મોત

અંબાજીના દર્શન કરી વડગામ પરત ફરી રહેલી જીપને ત્રિશુળીયા ઘાટ નજીક અકસ્માત નડ્યો છે..જીપની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો છે. જીપ પલટી ખાઇ જતા જીપમાં 25 પ્રવાસી મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી 10 પ્રવાસીઓના ઘટના સ્થળે મોત થયા છે..અકસ્માતમાં પ્રવાસીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

ઇજાગ્રસ્તોને દાંતા અને બનાસકાઠાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે જીપ ચાલકો પ્રવસીઓને ઘેટા-બકરાની જેમ જીપમાં ઠાસી દે છે. બેઠક ક્ષમતા કરતા વધારે પ્રવાસીઓ જીપમાં ભરી દે છે. જીપની બેઠક ક્ષમતા 10 થી 12 પ્રવાસીઓની હોય છે પરંતુ જીપ ચાલકો 25થી 27 જેટલા પ્રવાસીઓને બેસાડે છે.

બનાસકાંઠાના જીલ્લામા ઓવરલોડ પ્રવાસી ભરવાની અનેક ઘટના મીડિયામાં પ્રસારિત કરવામાં આવી છે. પરંતુ તંત્ર કોઇ દરકાર કરતુ નથી. પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ જીપ ચાલકો રૂપિયા કમાવાની લાલચમાં પ્રવાસીઓને જીવના જોખમે જીપમાં બેસાડે છે. જેને કારણે અકસ્માકત સર્જાઇ છે. ત્યારે આ ગોઝારા અકસ્મતા બાદ તંત્રની આંખો ક્યારે ઉઘડશે તે જોવુ રહ્યુ.

હાલ અકસ્માતના કારણોને તપાસવામાં આવે તો જીપમાં ક્ષમતા કરતાં વધારે પ્રવાસીઓ ભરેલા હતા. એક જીપમાં 25 પ્રવાસીઓ કેવી રીતે બેસી શકે તે મોટો પ્રશ્ન છે. ઉપરથી જીપ ચલાવનારા ડ્રાઈવરની સીટમાં પણ ક્ષમતા કરતાં વધારે પ્રવાસીઓ બેઠા હતા જેથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ડ્રાઈવરની બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી છે. વધારે પ્રવાસીઓ હોવાના કારણે જીપ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો જેના પરિણામે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવીંગ સીટની જ્યારે બ્રેક ફેલ થઈ ત્યારે ડ્રાઈવર સ્ટેરીંગ ન સંભાળી શક્યો પરિણામે અકસ્માત સર્જાયો હતો.

READ ALSO

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

બારડોલી : ભાજપ મહામંત્રીની કારે રાહદારીને મારી ટક્કર, કારમાથી મળી આવી દારૂની બોટલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!