GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

બનાસકાંઠાના ઓઢવા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈને ટપાલ જ મળતી નહોતી, ટપાલીની બેદરકારી

છેવાડાના માનવી સુધી પોસ્ટ વિભાગની સેવાઓ વિસ્તરેલી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઓઢવા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈને ટપાલ જ મળતી નથી. સ્થાનિકોએ ટપાલ ન મળતાં તપાસ કરી તો ચોંકી ગયા. અને પછી ખબર પડી કે કેમ તેમને ત્રણ વર્ષથી કોઈ ટપાલ મળતી ન હતી.

આ ગામના લોકોએ ત્રણ વર્ષ બાદ પોતાની ટપાલ જોઈ અને તેનું કારણ છે ટપાલ વિભાગની બેદરકારી. સરકારી કાગળ કે મહત્વનાં દસ્તાવેજ મોટાભાગે પોસ્ટ વિભાગ દ્વારા જ લોકો સુધી પહોંચતા હોય છે. પણ આવી પોસ્ટ ઓઢવા ગામના રહીશોને મળતી ન હતી. ત્રણ-ત્રણ વર્ષ સુધી ગામમાં એક પણ ટપાલ ન આવે તેવું બને જ નહીં.

આધારકાર્ડ, પાનકાર્ડ સહિત સરકારી કામની અરજીના જવાબની રાહ જોતા ગ્રામજનોને ટપાલ ન મળે એટલે સરકારી કચેરીમાં જતા હતા. પણ ત્યાંથી પોસ્ટ દ્વારા જવાબ અપાયો હોવાનો જવાબ મળતો હતો. આ મામલે વારંવાર તપાસ કરવા છતાં સમગ્ર ઘટના બહાર આવતી ન હતી. આખરે ગામ લોકોએ ભેગા મળી ગામના ટપાલીના ઘરમાં તપાસ કરી. તો ગ્રામજનો ચોંકી ગયા. ટપાલીના ઘરમાંથી મોટા પ્રમાણમાં જૂની ટપાલ મળી આવી હતી. પોસ્ટ વિભાગ દ્વારા તો ટપાલ મોકલવામાં આવતી હતી. પરંતુ ટપાલી ગ્રામિણ સ્તરે તેનું વિતરણ કરતો ન હતો.

ઘરમાંથી મોટા પ્રમાણમાં ટપાલ મળતાં લોકો ટપાલીને લઈ પોલીસ સટેશને પહોંચ્યા હતા. જેકે સ્થાનિક પોસ્ટ અધિકારીએ કહ્યું કે જો આ પ્રકારની કોઈ બાબત હશે તો દોષિત કર્મચારી સામે ખાતાકીય અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

મોડી ટપાલ મળતી હોય તેના માટે વગોવાયેલા પોસ્ટ વિભાગે ધરખમ સુધારા કરીને સેવા વધારી છે. ત્યારે આવા ટપાલીને કારણે વિભાગને શરમજનક સ્થિતિમાં મુકાવુ પડે છે. તો બીજી બાજું અનેક મહિનાઓથી ટપાલ ન મળતાં હાલાકીમાં મુકાયેલા ગ્રામજનો પણ રોષે ભરાયા છે.

Related posts

ભારત અને ચીન વિવાદ : બન્ને સેનાની વચ્ચે ડિવિઝનલ કમાન્ડર સ્તરની ચર્ચા, રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન

Nilesh Jethva

ગુજરાત ભાજપના આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી

Nilesh Jethva

100 વર્ષના આ દાદીમાં ખરા અર્થમાં છે આત્મનિર્ભર, પોતાની મહેનતથી જ ચલાવે છે ગુજરાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!