GSTV

આ ખેડૂત એવી ખેતી કરી રહ્યો છે કે 15 વર્ષ પછી મળશે કરોડો રૂપિયાની આવક

બનાસકાંઠાના પ્રગતિશીલ ખેડૂતોએ ચંદનની ખેતીમા કાઠું કાઢ્યું છે. 50 વીઘામાં 10 હજાર ચંદનના વૃક્ષ વાવી 15 વર્ષ બાદ આ ખેડૂત કરોડોની કમાણી કરશે. જોકે વન વિભાગ પણ ખેડૂત શિબિર કરી ખેડૂતોને ચંદનની ખેતી માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.

પાલનપુર તાલુકાના જગાણા ગામના પ્રગતિશીલ ખેડૂત મુળજીભાઈ દેસાઈએ પોતાના ખેતરમા 50 વીઘામાં 10 હજાર જેટલા ચંદનના વૃક્ષ વાવી ચંદનની ખેતી કરી છે. જોકે સરળ અને લાભદાયક ચંદનની ખેતીમાં ખેડૂત કરોડો રૂપિયા કમાઈ શકે છે વળી ચંદનની ખેતીની પ્રક્રિયા સરળ છે.

પણ ધીરજની જરૂરીયાત છે કેમકે આ ખેતીમાં નફો મેળવવામાં 15 થી 20 વર્ષ રાહ જોવી પડે છે. ચંદનની ખેતીમાં 15 વર્ષ સુધી આ વૃક્ષની સાર સંભાળ રાખવી પડે છે. 50 વીઘાના વાવેતરમાં 15 વર્ષ સુધીમાં અંદાજે 30 લાખ જેટલો ખર્ચ પણ થાય છે. જેથી ચંદનની ધીરજપૂર્વકની અને લાંબી ખેતીમાં સરકાર સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે

બનાસકાંઠાના પ્રગતિશીલ ખેડૂતો મહદઅંશે હવે ચંદનની ખેતી તરફ વળ્યા છે આ માટે ખેડૂત શિબિરો પણ થાય છે. બનાસકાંઠાનું વન વિભાગ પણ ખેડૂતોને પ્રેરણા પૂરી પાડે છે. ત્યારે ધીરજપૂર્વકની ચંદનની ખેતીમાં લાંબા ગાળે ચોક્કસપણે ફાયદો થશે તે વાત નક્કી છે.

READ ALSO

Related posts

ખેડૂતો માટે આવી ખુશખબરી: મોદી સરકારે જાહેર કર્યા રવિ પાકના ટેકાના ભાવ, જાણો ક્યા પાકનો કેટલો મળશે ભાવ

Pravin Makwana

3700 કરોડનું રાહત પેકેજ: રાજ્યના 20 જિલ્લાના આ તાલુકાઓને જ મળશે લાભ, તમારા તાલુકાનું નામ ચેક કરી લો

Karan

રાહત પેકેજઃ ખેડૂતોને હેક્ટરદીઠ કેટલો મળશે લાભ, કેવી રીતે છે અરજી સહિતની પ્રક્રિયા… તમે જાણવા માગો છો તે બધું….

Karan
Do NOT follow this link or you will be banned from the site!