GSTV
Home » News » હિબકે ચડ્યું ભલગામ : ત્રિશુળિયા ઘાટ પર અકસ્માતનો ભોગ બનેલા 9 લોકોની એક સાથે અંતિમયાત્રા નીકળી

હિબકે ચડ્યું ભલગામ : ત્રિશુળિયા ઘાટ પર અકસ્માતનો ભોગ બનેલા 9 લોકોની એક સાથે અંતિમયાત્રા નીકળી

બનાસકાંઠાના ત્રિશુળિયા ઘાટ પર ગઈકાલે અકસ્માતનો ભોગ બનેલા નવ લોકોની એક સાથે અંતિમયાત્રા નીકળી હતી. ત્યારે ભલગામ હિબકે ચડ્યુ હતુ. અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટના વળાંકમાં ગઈકાલે સાંજે જીપાડાલાની બ્રેક ફેઈલ થતા જીપડાલુ પલટી મારી ગયુ હતુ. તેમાં બેઠેલા મુસાફરો હવામાં ફંગોળાઇને રોડ અને પથ્થર ઉપર પટકાતાં ઘટના સ્થળે 6 લોકોના મોત થયા હતા.

જ્યારે ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત થતા કુલ મૃત્યુઆંક નવો થયો હતો. 3 જણાનાં સારવાર દરમિયાન મોત થતાં આંકડો 9એ પહોંચ્યો હતો. વડગામના ભલગામનો પરિવાર દાંતાના અંતરશા પીરની દરગાહે દર્શન કરી અંબાજી ફરવા ગયો હતો અને ત્યાંથી પરત ફરતાં અંબાજી-દાંતા વચ્ચે અકસ્માતનો ભોગ બન્યો હતો..ત્યારે આજે ભલગામો મૃતકોની મૈયત નીકળતા સમગ્ર ગામ હિબકે ચડ્યું.

કેવી રીતે નડ્યો અકસ્માત ?

અંબાજીના દર્શન કરી વડગામ પરત ફરી રહેલી જીપને ત્રિશુળીયા ઘાટ નજીક અકસ્માત નડ્યો હતો. જીપની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો. જીપ પલટી ખાઇ જતા જીપમાં 25 પ્રવાસી મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી 10 પ્રવાસીઓના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માતમાં પ્રવાસીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ઇજાગ્રસ્તોને દાંતા અને બનાસકાઠાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે જીપ ચાલકો પ્રવસીઓને ઘેટા-બકરાની જેમ જીપમાં ઠાસી દે છે. બેઠક ક્ષમતા કરતા વધારે પ્રવાસીઓ જીપમાં ભરી દે છે. જીપની બેઠક ક્ષમતા 10 થી 12 પ્રવાસીઓની હોય છે પરંતુ જીપ ચાલકો 25થી 27 જેટલા પ્રવાસીઓને બેસાડે છે.

બનાસકાંઠાના જીલ્લામા ઓવરલોડ પ્રવાસી ભરવાની અનેક ઘટના મીડિયામાં પ્રસારિત કરવામાં આવી છે. પરંતુ તંત્ર કોઇ દરકાર કરતુ નથી. પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ જીપ ચાલકો રૂપિયા કમાવાની લાલચમાં પ્રવાસીઓને જીવના જોખમે જીપમાં બેસાડે છે. જેને કારણે અકસ્માકત સર્જાઇ છે. ત્યારે આ ગોઝારા અકસ્મતા બાદ તંત્રની આંખો ક્યારે ઉઘડશે તે જોવુ રહ્યુ.

હાલ અકસ્માતના કારણોને તપાસવામાં આવે તો જીપમાં ક્ષમતા કરતાં વધારે પ્રવાસીઓ ભરેલા હતા. એક જીપમાં 25 પ્રવાસીઓ કેવી રીતે બેસી શકે તે મોટો પ્રશ્ન છે. ઉપરથી જીપ ચલાવનારા ડ્રાઈવરની સીટમાં પણ ક્ષમતા કરતાં વધારે પ્રવાસીઓ બેઠા હતા જેથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ડ્રાઈવરની બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી છે. વધારે પ્રવાસીઓ હોવાના કારણે જીપ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો જેના પરિણામે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવીંગ સીટની જ્યારે બ્રેક ફેલ થઈ ત્યારે ડ્રાઈવર સ્ટેરીંગ ન સંભાળી શક્યો પરિણામે અકસ્માત સર્જાયો હતો.

READ ALSO

Related posts

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar

વડોદરામાં પીએસઆઈ અમિત છોવાળા 35 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!