GSTV

આ લોકો આપી રહ્યાં છે કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ, ડીસામાં વ્રતની ઉજવણી નિમિત્તે મહીલાઓના ટોળેટોળાં

Last Updated on June 24, 2021 by Dhruv Brahmbhatt

બનાસકાંઠા જિલ્લાના લોકો કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લેઆમ સામેથી જ આમંત્રણ આપી રહ્યાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. બનાસકાંઠાના ડીસામાં આવેલા ત્રણ હનુમાન મંદિરમાં વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરવા મોટી સંખ્યામાં મહિલાઓના ટોળેટોળાં એકઠા થયા હતાં.

પૂજા અર્ચના કરવા આવેલી તમામ મહિલાઓએ ન તો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું હતું કે ન હોતા માસ્ક પહેર્યા હતાં. કોરોનાના કેસોમાં ઘટાડો થતા એકાએક આ પ્રકારની બેદરકારી રાખવી એ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે.

કોરોનાના કેસો 150થી પણ નીચે

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસો હવે 150ની નીચે પહોંચી ગયા છે. ત્યારે મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગત રોજ છેલ્લાં 24 કલાકમાં 138 નવા કોરોનાના કેસો નોંધાયા હતાં. તો બીજી બાજુ માત્ર 487 લોકો કોરોનાને માત આપીને સાજા થયા હતાં. અત્યાર સુધીમાં કુલ 8,07,911 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.20 ટકાએ પહોંચ્યો હતો.

રાજ્યમાં કુલ 10,040 લોકોનાં મોત

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો હાલમાં રાજ્યમાં કુલ 4807 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 81 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 4726 લોકો સ્ટેબલ છે. 8,07,911 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યાં છે. રાજ્યમાં ગત રોજ નવા 03 લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે કુલ 10,040 લોકોનાં મોત નિપજ્યાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!