GSTV
Banaskantha Trending ગુજરાત

અંધકારમય ભવિષ્ય / જીવના જોખમે ભણી-રમી રહ્યા છે નાના ભૂલકાઓ, જર્જરિત સ્થિતિમાં છે અહીંની આંગણવાડી

આંગણવાડી

બનાસકાંઠાના વડગામ તાલુકાના બાળકો ગંદગીમાંથી પસાર થઈ ભણતર ભણી રહ્યા છે. વડગામ તાલુકામાં 60 જેટલી જર્જરિત આંગણવાડીઓમાં ભૂલકાઓ જોખમ હેઠળ ભણી અને રમી રહ્યા છે. વહીવટી તંત્ર પાસે જર્જરિત આંગણવાડીનો કોઈ ચોક્કસ આંકડો નથી.

આંગણવાડી

એ ફોર અંધકાર
બી ફોર બીક
સી ફોર ચિંતા
અને
ડી ફોર ડર
આ બાળકોને કદાચ આવી એબીસીડી ભણવી પડે તેવી સ્થિતી છે. બનાસકાંઠાના વડગામ તાલુકાની જ વાત કરીએ તો અહીં ૬૦ જેટલી આંગણવાડીઓ જર્જરિત છે. એટલું જ નહીં અહીંની આંગણવાડીઓની આસપાસ એટલી ગંદકી છે કે ભૂલકાઓને આવી ગંદકીમાંથી પસાર થઈને પોતાના ભાવિનું ઘડતર કરવા જવું પડી રહ્યું છે.

વડગામ તાલુકામાં આંગણવાડીઓમાં પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. અહીં આંગણવાડીઓમાં બાળકો અભ્યાસ કરે છે ત્યાં છત પરથી પોપડા ખરી રહ્યા છે. જો કે આવા જોખમી અભ્યાસ કરતા ભૂલકાઓ માટે ખુદ સંચાલકોએ પણ રજૂઆત કરી છે, પરંતુ વહીવટી તંત્ર અને સરકારની નિષ્ક્રિયતાને કારણે આંગણવાડીના સંચાલકો વાલીઓ અને બાળકો મજબૂર બન્યા છે.

વડગામ તાલુકાના જનપ્રતિનિધિઓએ પણ આંગણવાડીઓ વિષે રજૂઆત કરી છે, પરંતુ આંગણવાડી પ્રત્યે વહીવટીતંત્ર દુર્લક્ષ સેવી રહ્યું છે. કેટલાય ભૂલકાઓ જોખમી અને જર્જરીત આંગણવાડીમાં અભ્યાસ કરી રહ્યા છે. જોકે સરકાર અને વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આંગણવાડીઓ અને સુધારવાની શરૂઆત કરી નથી.

બનાસકાંઠા જિલ્લામાં જર્જરિત આંગણવાડીઓને લઈને વહીવટી તંત્ર પાસે કોઈ ચોક્કસ આંકડો નથી. ખાલી વડગામ તાલુકામાં જ 60 જેટલી આંગણવાડીઓ જર્જરીત છે. મનરેગા અંતર્ગત અને આર એન બી અંતર્ગત આંગણવાડીઓને નવીન બનાવી અને સોંપવાની કામગીરી આરંભાઇ છે, પરંતુ આ કામગીરી ક્યારે પૂર્ણ થશે ક્યારે જર્જરીત આંગણવાડીઓની તકલીફો દૂર થશે તે પ્રશ્ન હાલ તો પ્રશ્ન જ બનીને રહ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah
GSTV