GSTV
Home » News » બનાસકાંઠામાં કોંગ્રેસમાં બળવો, અલ્પેશ ઠાકોર પાસેથી ઠાકોર સેનાની પક્કડ છૂટી

બનાસકાંઠામાં કોંગ્રેસમાં બળવો, અલ્પેશ ઠાકોર પાસેથી ઠાકોર સેનાની પક્કડ છૂટી

congress suspend alpesh thakor

બનાસકાંઠા લોકસભા બેઠકથી કોંગ્રેસમાં ઠાકોર ઉમેદવારની પસંદગી ન થતા કોંગ્રેસના હોદ્દેદારોએ  પાર્ટી સમક્ષ જ બળવો કર્યો છે અને કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પણ ઠાકોર સેના પરથી પક્કડ છૂટી પડી હોય તેમ દેખાઈ રહ્યુ છે. કારણ કે ઠાકોર સેનાના હોદ્દેદારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

અમરત ઠાકોર કોંગ્રેસ માંથી જિલ્લા પંચાયત ચૂંટણી લડી ચુક્યા છે.જ્યારે સ્વરૂપજી ઠાકોર ઠાકોર સેનાના પ્રદેશ ઉપ પ્રમુખ છે. આ બંને ઠાકોર સમાજના આગેવાનોએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવતા બનાસકાંઠામાં કોંગ્રેસમાં બળવો અને ઠાકોર સેના પરથી અલ્પેશ ઠાકોરની પક્કડ છૂટી હોય તેમ દેખાય છે.

અમરેલી ખાતે રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ રમેશ ઠાકોરે કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર પર આડકતરા પ્રહાર કર્યા છે. ભાવનગરના રાજપરા ખોડીયાર માતાજીના મંદિરથી નીકળેલી ઠાકોર સેનાની વેલનાથ યાત્રા અમરેલીમાં આવેલા આસ્થાના પ્રતિક વેલનાથ બાપુના મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં ઠાકોર સેનાના પૂર્વ ઉપાધ્યક્ષ રમેશજી ઠાકોરે કહ્યુ હતુ કે, સમાજનું જે અહિત કરે તેમનું નામ લઈ અમે પાપના ભાગીદાર થવા માંગતા નથી. તેણે ખાનગી નિર્ણય લેવાને કારણે સમાજને ખુબ મોટો વિશ્વાસ ઘાત થયો છે અને સમાજ તેનો માર ભોગવી રહ્યો છે.

Read Also

Related posts

અમદાવાદ બાવળા-સાણંદ ચાર રસ્તા પાસે એસટી બસ ખાડામાં પલટી, બે બાળકોના મોત

Arohi

સુરત ક્રાઈમ બ્રાન્સની ટીમ પર હુમલો કરનાર ગેગ વિશે પોલીસને મળી મોટી સફળતા

Arohi

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!