GSTV

વરસાદ ખેંચાતા બનાસકાંઠાના ખેડૂતોની હાલત દયનીય, જીવાદોરી સમાન ડેમના તળિયા દેખાયા

Last Updated on August 10, 2021 by Zainul Ansari

બનાસકાંઠા જિલ્લામાં આવેલો સીપુ ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. જ્યારે દાંતીવાડા ડેમમાં પણ હવે પાણી ઘટવા લાગ્યું છે. જેના કારણે ધાનેરા દાંતીવાડા પાલનપુર ડીસા વિસ્તારના ખેડુતોના જીવ પડીકે બંધાયા છે.

બનાસકાંઠા જિલ્લાના ખેડુતો માટે જીવાદોરી સમાન દાંતીવાડા મોકેશ્વર અને સિપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી અપાય છે. વરસાદ ખેંચાતાં સીપુ ડેમ તળિયા ઝાટક થયો છે. ડેમમાં માત્ર 0.80 ટકા જ એટલે કે એક ટકો પણ પાણી બચ્યું નથી. જેને લઇ આસપાસના લોકોને સિંચાઇ માટે જ નહીં પણ પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે તેવી સ્થિતિના એંધાણ સર્જાયા છે. સીપુ ડેમમાંથી હવે એક મહિના સુધી ગામડાઓને પીવા માટે મળી શકશે. સીપુ ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે છેલ્લા બે વર્ષથી પાણી આપવાનું બંધ છે.

સીપુ ડેમની કુલ સપાટી 186.43 મીટર છે. હાલ ડેમ ખાલી પડ્યો છે. 2017માં જ્યારે ડેમ ભરાયો જેથી ડીસા તાલુકાના 25 ગામની 16 હજાર હેકટર જમીનને સિંચાઇ માટે પાણી નથી અપાયું.

દાંતીવાડા ડેમમાં પણ હવે માત્ર 8.62 ટકા પાણી બચ્યું છે. દાંતીવાડા ડેમમાંથી હાલ દાંતીવાડા ડીસા તેમજ પાલનપુરના 87 જેટલા ગામડાઓમાં પાણી આપવામાં આવી રહ્યું છે. દાંતીવાડા ડેમમાંથી સિંચાઇ માટેનું પાણી આપવાનું બંધ કરાયેલું છે. જેથી ભરચોમાસે બનાસકાંઠાના ખેડૂતોને પાણી માટે વલખાં મારવાની પરિસ્થિતિ સર્જાઈ છે.

Read Also

Related posts

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!