વાવ તાલુકાના રાધાનેસડા ગામે ગૌચર જમીનને સોલાર પ્લાન્ટમાં ભેળવી દેવા માટે તંત્રનો કિમીયો સામે આવ્યો છે. આ તરકટનો સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.

તેમ છતાં બંને જમીનના સર્વે નંબરો તંત્ર દ્વારા બદલી દેવાતા ખેડૂતો સહિત પશુપાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જે સંદર્ભે ગુજરાત કોંગ્રેસનું ડેલિગેશન રાધાનેસડા ગામે પહોંચ્યું અને ગાંધીનગરનાં ધારાસભ્યએ વિધાનસભામાં રજુઆત કરતાં કોઈ નિર્ણય નહિ આવે તો સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરતાં ગૌચરની જમીન બચાવવાની ચિમકી આપી છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવાં વાવ તાલુકાના રાધાનેસડા ગામે સરકાર દ્વારા ખાનગી કંપનીને સોલર પ્લાન્ટ બનાવવા માટે 400 એકર જમીન ફાળવવામાં આવી છે. ત્યારે સરકારે ફાળવેલી આ જમીનમાં 67 હેક્ટર જમીન ગૌચરની છે જેને આપી દેવામાં આવી છે. જેને લઈને સ્થાનિકોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી