GSTV

બનાસકાંઠાની સરકારી પ્રાથમિક શાળાઓ સાથે સરકારનું આછકલું વર્તન, જીવન જોખમે કેવી રીતે ભણે ગુજરાત?

Last Updated on November 27, 2021 by Pritesh Mehta

બનાસકાંઠાની પ્રાથમિક શાળાઓમાં 1500 ઓરડાઓની ઘટ વચ્ચે સરકાર બનાસકાંઠા માટે ભેદભાવ રાખી રહી છે. કેમકે બનાસકાંઠાની કેટલીય શાળાઓ જર્જરિત છે. જેમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

શાળાઓ

દુર્ભાગ્યની વાત એ છે કે બનાસકાંઠાના જિલ્લામા અનેક પ્રાથમિક શાળાઓની હાલત જર્જરિત છે. આ શાળાઓમાં બાળકોને બેસવા માટે પણ ઓરડા નથી એક હોલમાં ત્રણથી ચાર જેટલા ધોરણનો અભ્યાસ વિદ્યાર્થીઓ એક સાથે કરી રહ્યા છે.

ચોમાસુ હોય શિયાળો હોય અથવા ઉનાળો હોય આ બાળકોને અભ્યાસમાં તકલીફ પડે છે અને બાળકોની માંગ છે કે સરકાર સાંભળે શિક્ષણ વિભાગ સાંભળે અને ઓરડાં દુરસ્ત કરી આપે

અનેક શાળાઓની જર્જરીત હાલતને લઈને શાળા સંચાલકો કંટાળ્યા છે. કેમકે અનેક વખત શિક્ષણ વિભાગ અને સરકાર સમક્ષ આ જર્જરીત ઓરડા અંગે રજૂઆત કરવા છતા કોઇ પરિણામ આવ્યું નથી. બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 1500 ઓરડા ની ઘટ છે જ્યારે 500 જેટલા ઓરડા જર્જરિત છે. આમ કહીએ તો અનેક શાળાઓ જર્જરિત હાલતમાં છે.

ઘણી શાળાઓમાં રમત-ગમતના મેદાન પણ નથી. ત્યારે આવી સ્થિતીમાં સરકાર બનાસકાંઠા તરફ ઓરમાયું વર્તન કરી રહી હોવાની લાગણી પ્રવર્તી રહી છે. બનાસકાંઠાની શાળાઓમાં 1500 જેટલા ઓરડાઓ ઘટ હોવા છતા સરકારે એક પણ ઓરડાને મંજુરી નથી આપી. ત્યારે આવી સ્થિતીમાં બનાસકાંઠામાં શિક્ષણ સ્તર કેવી રીતે ઉંચુ આવશે તે સવાલ જરૂરથી ઉઠે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

અમદાવાદ / ગૃહ કંકાશથી કંટાળી પરિણીતાએ પોતાના 5 મહિનાના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ, સાબરમતિ રિવરફ્રન્ટ બની રહ્યું છે સુસાઈડ પોઈન્ટ!

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!