GSTV
Banaskantha ગુજરાત

હેડ ક્લાર્કનું પેપર લીક થતા યુવકોએ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ ચોંકાવનારો નિર્ણય, સાંભળીને દંગ રહી જશો

બનાસકાંઠાના પાલનપુરમાં ગૌણ સેવા પસંદગી મંડળનું હેડ ક્લાર્કના પેપર લીક થવા મામલે વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. સરકારી ભરતીમાં થતા કૌભાંડના આરોપો સાથે યુવકોએ કલેક્ટરને આવેદન આપ્યું હતું. પેપર લીક થવા મામલે યુવકો અને તેમના પરિવારજનોએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો હતો. વિદ્યાર્થીઓએ પેપર લીક મામલે યોગ્ય તપાસ કરીને સત્ય બહાર લાવવાની માંગણી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હેડ ક્લાર્કની પરીક્ષા પેપર લીક મુદ્દે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી.

અસિત વોરાએ જણાવ્યું કે, ગૌણ સેવાને હજુ સુધી પેપર લીક થયાના આધારભૂત અને મજબૂત પુરાવા નથી મળ્યાં. તેમજ પેપર લીક મુદ્દે હજુ સુધી અમને કોઇ લેખિત ફરિયાદ પણ નથી મળી. અસિત વોરાએ જણાવ્યું કે, જો પરીક્ષામાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી હોવાની જાણ થશે તો તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવશે. કોઇ પણ કસૂરવારને છોડવામાં નહીં આવે.

અસિત વોરાએ જણાવ્યું કે, પોલીસ દ્વારા અલગ-અલગ 16 જગ્યાએ તપાસ કરવામાં આવી છે. જો પેપર લીક થયાના નક્કર પુરાવા મળશે તો અમે ચોક્કસ મજબૂત પગલાં ભરીશું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટોગ્રાફ્સ મુદ્દે પ્રતિક્રિયા આપતા અસિત વોરાએ જણાવ્યું કે, જે ફોટો વાયરલ થયો છે તે પરીક્ષા પૂર્ણ થયા બાદનો છે.

GSTV

READ ALSO :

Related posts

ગાંધીનગર / સીએમ ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં  11,820 કરોડના સૂચિત રોકાણના 20 MOU સાઈન થયા

Nakulsinh Gohil

સુરેન્દ્રનગર / ધ્રાંગધ્રાના RFO દોઢ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

Nakulsinh Gohil

જેતપુરમાં ખનીજ માફિયાઓ પર SDMનો સપાટો, એક સાથે બેલા ભરેલા 8 ટ્રક જપ્ત કર્યા

Nakulsinh Gohil
GSTV