GSTV

મગફળીનું મબલખ ઉત્પાદન છતાં ખેડૂતો સરકારને ટેકાના ભાવે નથી વેચી રહ્યા પાક, માર્કેટયાર્ડમાં થઇ રહી છે ધૂમ આવક

Last Updated on November 27, 2021 by Pritesh Mehta

બનાસકાંઠામાં મગફળીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થયું છે. ૧.૨૪ લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયું હતું અને મગફળીનો પાક સારા પ્રમાણમાં ઉતર્યો હતો. જોકે, માર્કેટયાર્ડમાં મગફળીના સારા ભાવ મળવાથી ખેડૂતોએ ટેકાના ભાવે નથી વેચી રહ્યા.

મગફળી

બનાસકાંઠામાં સરકારના ટેકાના ભાવ કરતા માર્કેટયાર્ડમાં વધુ ભાવ મળતા હોવાથી તેમજ મગફળીના પૈસા પણ તરત મળતા હોવાથી ખેડૂતોએ મગફળીને માર્કેટયાર્ડોમાં વેચવાનું પસંદ કર્યું છે.

બનાસકાંઠામાં 6074 ખેડૂતોએ મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ શિહોરીમાં બે ખેડૂતો અને દિયોદરના ખેડૂતો સિવાય કોઈપણ ખેડૂતે મગફળી ટેકાના ભાવે ભરાવી નથી.  ટેકાના ભાવે માત્ર બનાસકાંઠા જિલ્લામાં 361 બોરીની પુરવઠા વિભાગે ખરીદી કરી. પુરવઠા વિભાગ પણ માને છે કે માર્કેટયાર્ડોમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી ભરાવી નથી.

આ વર્ષે મોટા પ્રમાણમાં ખેડૂતો માર્કેટ યાર્ડમાં પોતાની મગફળી વેચવા પહોંચતા માર્કેટીંગ યાર્ડોએ પણ મગફળીની ખરીદી કરવા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવી છે.જેના કારણે ખેડૂતોનો માલ તુરંત વેચાઇ જાય છે અને તુરંત પૈસા પણ મળ્યા છે. બનાસકાંઠામાં  કુલ 1.24 લાખ હેકટરમાં મગફળીના વાવેતર સામે મોટાભાગની મગફળીનું વેચાણ માર્કેટયાર્ડમાં થયું છે ત્યારે હજુ પણ મોટાભાગના ખેડૂતો માર્કેટયાર્ડમા જ વેચાણ માટે આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

અમદાવાદ / ગૃહ કંકાશથી કંટાળી પરિણીતાએ પોતાના 5 મહિનાના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ, સાબરમતિ રિવરફ્રન્ટ બની રહ્યું છે સુસાઈડ પોઈન્ટ!

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!