સાબરકાંઠા જીલ્લાની તમામ ગ્રામ પંચાયતોના સરપંચોએ 15 માં નાણાપંચની ગ્રાન્ટને લઈને જીલ્લા પંચાયતના સત્તાધીશો સામે બાયો ચડાવી દીધી છે. જિલ્લામાં આવતી ગ્રાન્ટનું આયોજન જીલ્લા ભાજપ શાસિત જીલ્લા પંચાયતનાં હોદ્દેદારોએ પાછલા બારણે એજન્સીને સોંપી દેવાની પેરવી કરતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે.

ભાજપ શાસિત સાબરકાંઠા જીલ્લા પંચાયતના ભાજપના શાસકો સામે હવે ભાજપ સમર્થિત સરપંચોએ પણ લડતના મંડાણ કર્યા છે. સરકાર દ્વારા ગ્રામ વિકાસ માટે ફાળવવામાં આવતી 15માં નાણાપંચની ગ્રાન્ટોનાં આયોજનની 5 લાખ સુધીની જવાબદારી અત્યાર સુધી સરપંચોનાં શિરે રહેતી. જો કે ભાજપ શાસિત સાબરકાંઠા જીલ્લા પંચાયતના શાસકોએ 60 કરોડ જેટલી માતબર ગ્રાન્ટ થકી વિકાસના કામો કરવાની જવાબદારી પંચાયતોનો છેદ ઉડાળી એક જ એજન્સીને સોંપવાની પેરવી કરી હતી. જેનો જીલ્લાભરના સરપંચોએ ઉગ્ર વિરોધ કર્યો છે. ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ જીલ્લા પંચાયતની મનમાની સામે આક્રમક બન્યા છે.
ઉલ્લેખનીય છે કે જીલ્લા પંચાયતના શાશકોએ વગર ટેન્ડરે મનમાની રીતે ભૂતકાળમાં જે એજન્સી વિવાદમાં આવેલી તેને જ આ કામ દલા તલવાડીની માફક આપી દેવાનું નક્કી કરી દીધું. જીલ્લાના આદિવાસી તાલુકાઓ પોશીના અને ખેડબ્રહ્મામાં તો કામ શરુ પણ કરી દેવાયા છે. જેને લઈને વડાલી, તલોદ, પ્રાંતિજ સહિતના તાલુકાઓના સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્રો આપી વિરોધ નોધાવ્યો છે. ત્યારે ઉહાપોહ થતા જીલ્લા પંચાયત પ્રમુખે નિયમનુસાર કામ કરવાની જાણાવ્યું હતું.

જીલ્લા પંચાયતનાં નિર્ણયને પગલે હાલમાં સરપંચોનાં અધિકારો છીનવાઈ જાય એમ છે. બીજી બાજુ જીલ્લા પંચાયતના શાસકો જો નિર્ણયને વળગી રહે છે, તો આગામી સમયમાં ભાજપ અને કોંગ્રેસ સમર્થિત સરપંચો ધરણા અને રાજીનામાં ધરી દેવા સુધીની તૈયારીઓ કરી દીધી છે. ત્યારે હવે જીલ્લા પંચાયતના શાસકોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઇ ગઈ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન