GSTV
Home » News » બનાસકાંઠાઃ પાણી મુદ્દે ફાયર બ્રાંડ MLA ગેનીબેન ઠાકોરની ચીમકી

બનાસકાંઠાઃ પાણી મુદ્દે ફાયર બ્રાંડ MLA ગેનીબેન ઠાકોરની ચીમકી

બનાસકાંઠાના ખેડૂતોને નર્મદા કેનાલનું પાણી ન મળતા વાવાના ધારાસભ્ય ગેની બહેન ઠાકોરે આંદોલન કરવાની ચીમકી આપી છે. બનાસકાંઠામાં નર્મદા કેનાલમાંથી માઈનોર કેનાલમાં પાણી છોડવામાં નથી આવી રહ્યું. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. પાણી ન મળવાના કારણે ગેનીબહેન ઠાકોરે ચીમકી આપી છે.  ગેનીબહેને જણાવ્યુ કે, આગામી પાંચ દિવસમાં ખેડૂતોને પાણી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આંદોલન જો ઉગ્ર બનશે તો તેની જવાબદારી સરકારની રહેશે.ઉત્તર ગુજરાતમાં એક તરફ વરસાદ નથી પડ્યો તો. સરકારે નર્મદા કેનાલમાં  પાણી છોડવાનું બંધ કર્યુ છે.  પાણી ન મળવાના કારણે વાવ, ભાભર, સૂઇગામ તથા થરાદના ખેડૂતો પાણી વગર ટળવળી રહ્યા છે. બનાસકાંઠામાં આવેલી કેનાલ કોરી ધાકોર બનીને પડી છે. ખેડૂતો કેનાલમાંથી પાણી છોડવામાં આવશે તેવી આશા હતી જેથી ખેડૂતોએ બીયારણ પણ ખરીદી લીધા હતા. પરંતુ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી.  ખેડૂતોની તમામ આશા પર પાણી ફરીવળ્યુ છે.

Related posts

ટ્રાફિક નિયમો : ગુજરાતીઓ પાસેથી 5,100 કરોડ ખંખેરવાનો સરકારનો આ છે માસ્ટરપ્લાન

Mayur

અમદાવાદ : ડૉક્યુમેન્ટ જલ્દી મેળવવા RTO બહાર સવારથી જ લોકોની લાંબી કતારો

Mayur

એકલા તમે જ નથી દંડાતા, સીએમ રૂપાણીની કારના 2 અને અમદાવાદના મેયરની ગાડીના 4 મેમો ફાટ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!