GSTV

વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત, બનાસકાંઠાના ખેડૂત આગેવાનો CMને રજૂઆત કરવા જતા પોલીસ દ્વારા અટકાયત

Last Updated on July 5, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જેથી બનાસકાંઠાના ખેડૂત આગેવાનો સીએમ રૂપાણીને ગાંધીનગરમાં રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જો કે આ ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે, ‘સરકાર વહેલી તકે સિંચાઈ માટે પાણી આપે. સરકાર દ્વારા જો પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતોની હાલત કફોડી બની શકે તેમ છે.’

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં વરસાદ ખેંચાયો છે, જેને લઇને પાણીના તળ પણ નીચે ચાલ્યા ગયા છે. એક તરફ જિલ્લાના ત્રણ જળાશયો ખાલીખમ છે. શીપુ દાંતીવાડા અને મોકેશ્વર આ ત્રણ જળાશયો ખાલીખમ છે ત્યારે વરસાદ ખેંચાવાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે વાવણીનો સમય હોવાથી ખેડૂતો પરેશાન છે.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાયો છે ડેમમાં પાણી નથી. ડેમોની વાત કરીયે તો દાંતીવાડા ડેમમાં ૮ ટકા, મોકેશ્વરમાં ૧૫ ટકા, સીપુ ડેમ ખાલીખમ છે. જેથી પીવાના પાણીની સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. વાવણીનો સમય છે અને જિલ્લાના જળાશયો ખાલી છે કુવાના તળ નીચા ગયા છે. ત્યારે જો હવે વરસાદ નહીં આવે તો પીવાના પાણીની સમસ્યા સર્જાશે તેવી સ્થિતી સર્જાઇ છે.

વાવણીનો સમય આવી ગયો છે. ખેડૂત આતુરતાથી વરસાદની રાહ જોઇ રહ્યા છે. પરંતુ જે પ્રકારે રોજ વરસાદનું વાતાવરણ સર્જાય છે અને વરસાદ હાથતાળી આપે છે. જેથી ખેડૂતોની આશા ઠગારી નિવડે છે. હજુ પણ જો 15 દિવસ વરસાદ ખેંચાય તો ખેડૂતો માટે આફત આવી શકે છે. અને પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઇ શકે છે.

બનાસકાંઠા જિલ્લાના ત્રણ જળાશયોમાં પાણી નહીંવત છે. આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઇ શકે છે. જેથી ખેડૂતોની માંગ એવી છેકે દાંતીવાડા અને સીપુ ડેમમાં નર્મદાનું પાણી નખાય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Diwali 2021/ દિવાળી પર કરી લો ધન પ્રાપ્તિ માટે ઉપાય, માતા લક્ષ્મીની કૃપાથી થઇ જશો માલામાલ

Damini Patel

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!