GSTV
Banaskantha Trending ગુજરાત

બનાસકાંઠા/ એક પછી એક આફત આવતા ખેડૂતોને રાતાપાણી રોવાનો વારો આવ્યો, પાછોતરા વરસાદે મુશ્કેલી નોતરી

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેમાં મગફળી અને બાજરી તેમજ કઠોળના પાકમાં સૌથી વધુ નુકસાન જોવા મળી રહી છે.

ચોમાસુ પૂર્ણ થયું પણ પાછોતરા વરસાદે બનાસકાંઠા પંથકની હાલત બદતર કરી નાખી છે. બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, અમીરગઢ, પાલનપુર, ડીસા, ભીલડી,ધાનેરા, ભાભર, દિયોદર, કાંકરેજમાં સતત વરસાદ વરસ્યો હતો. જેના કરણે 2020નું વર્ષ નુકસાનીમાં ગયું છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે તીડનું આક્રમણ, ઈયળનો ઉપદ્રવ કે પછી વારંવાર કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એવામાં બાકી પાછોતરા વરસાદે ખેડૂતોની હાલત સાવ કફોડી બનાવી દીધી છે.

ડીસામાં સૌથી વધુ ઉત્પાદન બટાટાનું થાય છે. ખેડૂતો પણ 20 ઓક્ટોમ્બર પહેલા પોતાના ખેતરમાં બટાટાની ખેતી કરી દેતા હોય છે, પરંતુ હાલમાં વરસાદ બાદ ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે ડીસા શહેરના ખેડૂતો બટાટાની ખેતી કરી શકતા નથી. હાલના વરસાદ અંગે કૃષિ વૈજ્ઞાનીકના મતે ચોમાસુ પાક મગફળી, બાજરી, કઠોળ જેવા પાકમાં ફૂગ જન્ય રોગ થઈ શકે છે. જેના કારણે તેઓએ પણ નુકસાનીની ભીતિ સેવી છે.

અહીં મહત્વનું છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી ખેડૂતો કમોસમી વરસાદથી નુકસાની વેઠી રહ્યા છે. ત્યારે હાલ તો ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV