GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂતોની પાંખી હાજરીને કારણે કૃષિ કલ્યાણ મેળાનો ફિયાસ્કો

ખેડૂતોને બાગાયતી ખેતી અને પશુપાલન માટે માર્ગદર્શન મળી રહે તેના માટે બનાસકાંઠાના દિયોદરમાં કૃષિ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ આ મેળામાં ગણ્યાગાંઠ્યા ખેડૂતો જ ફરક્યા હતા. જેના કારણે કૃષિ મેળો નિરસ બની રહ્યો હતો.

ખાલી ખુરશીઓ, ખાલીખમ સ્ટોલ, આ નજારો છે બનાસકાંઠાના દિયોદરમાં યોજાયેલા કૃષિ કલ્યાણ મેળાનો. કે જ્યાં ખેડૂતોની પાંખી હાજરીને કારણે કૃષિ મેળો ફારસ બની રહ્યો. ગણ્યાગાંઠ્યા ખેડૂતો આવવાને કારણે મેળામાં ખાલી ખુરશીઓ નજરે પડતી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને મેળા અંગે કોઇ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી. તો જે હાજર રહ્યા હતા તેમને પણ કોઇ માહિતી અપાઇ નથી. જોકે, ખેડૂતોની પાંખી હાજરી માટે અધિકારીઓ ગરમી અને લગ્નની સીઝનને જવાબદાર ઠેરવી રહ્યા છે.

CRICKET.GSTV.IN

મેળામાં ખેડૂતોને બાગાયતી ખેતી, પશુપાલન અને દવાઓ અંગે માહિતી મળે તે માટે અલગ સ્ટોલ ઉભા કરાયા હતા. પરંતુ આ સ્ટોલમાં પણ કાગડા ઉડતા હતા. મેળામાં ઉપસ્થિત રહેલા દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઇ ભુરીયાએ જણાવ્યું હતું કે કૃષિ મેળા યોજવાને બદલે ખેડૂતોને પાકના પૂરતા ભાવો અપાય તો તેઓ સમૃદ્ધ થશે. સરકાર ભલે લાખો રૂપિયા ખર્ચીને કૃષિ કલ્યાણ મેળા કરતી હોય. પણ આયોજનના અભાવે ખેડૂતોને પૂરતી માહિતી ન મળતી હોવાથી આવા મહોત્સવો ફારસ બની રહ્યા છે.

Related posts

અમરેલી ભાજપના પૂર્વ અધ્યક્ષના ટ્વીટથી ખળભળાટ, કોરોનાના કેસને લઇને તંત્રની પોલ ખોલી

Nilesh Jethva

દુનિયાની પ્રથમ કોરોના વેક્સીનનું યૂનિવર્સિટીમાં ટ્રાયલ પૂર્ણ, દેશમાં 12 સ્થળોએ ટ્રાયલ માટે અપાઈ મંજૂરી

Ankita Trada

ડેમેજ કંટ્રોલ કરવામાં થયા સક્રિય ગહેલોત, CM આવાસ પર વિધાયક દળની બોલાવી બેઠક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!