GSTV
Banaskantha Crime ગુજરાત ટોપ સ્ટોરી

Banaskantha / પત્ની અને બે સાળાએ મળીને યુવકની હત્યા કરી મૃતદેહ દાટી દીધો

Banaskantha Crime News The wife and two brothers-in-law killed the man and buried the body

Banaskantha Crime News : બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખારા ગામે વનરાજસિંહ ગુલામસિંહ ચૌહાણના ખેતરમાં રાજેશ નામનો એક યુવક તેની પત્ની સાથે ભાગીયા તરીકે રહેતો હતો રાજેશ થોડા દિવસો અગાઉ ઘરેથી છૂટક મજૂરીએ જવાનું કહી નીકળ્યો પરંતુ મોડી સાંજ સુધી ઘરે પરત ફર્યો ન હતો.

યુવક મોડી રાત સુધી ઘરે ન ફરતા ખેતર માલિકે ઘટનાની જાણ યુવકના પિતાને કરી અને યુવકના પિતા ઉષાભાઈ ખારા ગામે પહોંચ્યા અને તેમને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી. અમીરગઢ પોલીસ મથકે પહોંચી પોતાના દીકરો ગુમ થયો હોવાની અરજી આપી. પોલીસ યુવકની શોધખોળ કરી રહી હતી.

આ પણ વાંચો : Ahmedabad / G ડિવિઝન ટ્રાફિક પોલીસના ચાર પોલીસકર્મીઓએ ખાખીને શર્મસાર કરી, દિલ્હીના યુવકને ધમકાવી તોડ કર્યો, જાણો સમગ્ર વિગત

તે દરમિયાન જ ખેતર માલિકને તેમના ખેતરના બાજુમાંથી પસાર થતા વોકળાનજીક કપડું પડેલું દેખાતા તેમણે અને યુવકના પિતા ઉષાભાઈએ આ શંકા મામલે અમીરગઢ પોલીસને જાણ કરી.

પોલીસને પણ આ જગ્યાએ જમીનમાં કંઈક દાટ્યું હોય તેવી શંકા જતા પોલીસે અમીરગઢ મામલતદારને ઘટનાની જાણ કરી સ્થળ પર બોલાવી તે જગ્યા પર ખાડો ખોદાવતા અંદરથી ફોગાઈ ગયેલી હાલતમાં રાજેશનો મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતક રાજેશના પિતાને રાજેશની હત્યા તેની પત્નીએ જ કરી હોવાની શંકા જતા રાજેશના પિતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી અને પોલીસે તપાસ કરી તો રાજેશની હત્યા તેની પત્ની અને બે સાળાઓએ સાથે મળીને કરી હોવાનું ખુલ્યું હતું. 

પોલીસે રાજેશની પત્ની અને બે સાળાઓને દબોચી લીધા છે અને તેમની સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. જોકે આ હત્યા ક્યાં કારણોસર થઈ તે દિશામાં તપાસ કરી તો પારિવારિક ઝઘડા અને શંકાઓને કારણે હત્યા કરી હોવાનું ખુલાસો થયો છે. પોલીસે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/DtAxD9ZLyW2B191gUSW6jg

GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

READ ALSO

Related posts

લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો  કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો

Nakulsinh Gohil

BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા

Hardik Hingu

અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની

Nakulsinh Gohil
GSTV