GSTV

કોરોના બ્લાસ્ટ / BSF બટાલિયનના કુલ 52 જવાનો સંક્રમિત, વેરિએન્ટની તપાસ માટે સેમ્પલ મોકલાયા ગાંધીનગર

Last Updated on July 20, 2021 by Dhruv Brahmbhatt

બનાસકાંઠામાં BSF બટાલિયનને લઇને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. બનાસકાંઠામાં BSF બટાલિયનમાં કોરોના વિસ્ફોટ થયો છે. BSF બટાલિયનમાં 52 જવાનો કોરોના સંક્રમિત થયા છે. 433 જવાનોના RTPCR અને એન્ટીજન ટેસ્ટમાં વધુ 32 જવાનો કોરોના સંક્રમિત થયા છે. 20 જવાનો કોરોના સંક્રમિત હતાં. જ્યારે વધુ 32 કોરોના પોઝિટિવ આવ્યાં છે. 3 જુલાઇએ બટાલિયન નાગાલેન્ડથી બનાસકાંઠા આવી હતી. આ સંક્રમિત જવાનોને થરાદની મોડેલ સ્કૂલમા ક્વોરન્ટીન કરાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા વેરિએન્ટની તપાસ માટે સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે.

ઉલ્લેખનીય છે કે, ગત સોમવારના રોજ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા 30થી વધુ BSF જવાનો કોરોના સંક્રમિત થયા હોવાની ઘટના સામે આવી હતી. નાગાલેન્ડથી 1000 જવાનોની ટુકડી બનાસકાંઠાના સુઇગામ ખાતે આવી છે. સરકારી ગાઈડલાઈન અને BSFના પ્રોટોકોલ મુજબ અન્ય રાજ્યમાંથી આવેલા તમામ જવાનોની આરોગ્ય ચકાસણી કરાઈ હતી. જેમાંથી કેટલાકને શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યાં હતાં.

કોરોના

આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું

30 જેટલા જવાનોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક તમામ અસરગ્રસ્ત જવાનોને થરાદની મોડેલ સ્કૂલમાં આઇસોલેટ કરાયા છે. અસરગ્રસ્ત જવાનોના સંપર્કમાં આવેલા તમામ જવાનો અને લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રાહુલ ગાંધીના આકરા પ્રહાર/ અચ્છે દિનવાળી સરકારમાં જૂમલાની ભરમાર, ફક્ત 21 ટકા લોકોને જ અપાયા બંને ડોઝ

Pravin Makwana

જમ્મુ કાશ્મીરમાં સીઝનની પ્રથમ બરફવર્ષા થઈ, શ્રીનગરના હાઈવે ખોરવાયા, પહેલગામ સમગ્રપણે બરફથી ઢંકાઈ ગયું

Pravin Makwana

વાહ મોદીજી વાહ/ વિમાનમાં વપરાતા ઈંધણ કરતા પણ મોંઘુ થયું કાર અને બાઈકનું પેટ્રોલ-ડીઝલ, ઈતિહાસમાં પહેલીવાર 33 ટકા મોંઘું થયું ઈંધણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!