GSTV

બનાસકાંઠાનાં ખેડૂતોને પડ્યાં પર પાટું : માર્કેટ યાર્ડમાં તૈયાર પાકની બોરીઓ પલળી, ખેતરોમાં ઉભા પાક પણ જમીન દોસ્ત

Last Updated on June 4, 2020 by

બનાસકાંઠા પંથકમાં ભારે પવન અને વરસાદના પગલે થરાદ માર્કેટ યાર્ડમાં તૈયાર પાકની બોરીઓ પલળી ગઇ તો ભારે પવને ખેતરોને પણ ખેદાન મેદાન કરી નાખ્યા છે. આમ ફરી એકવખત બનાસકાંઠા પંથકના ખેડુતો પર કુદરત રૂઠી હોય તેવી સ્થિતી સર્જાઇ છે.

  • બનાસકાંઠા ફરી બગડી ખેડુતોની સ્થિતી
  • ખેડુતોનો બગડ્યો તૈયાર પાક

આમ તો સમગ્ર ગુજરાત પરથી નિસર્ગનો ખતરો ટળી ગયો.પણ નિસર્ગના આગમનથી વાતાવરણમાં આવેલા ફેરફારના કારણે અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે. જેમાં બનાસકાંઠા પંથકમાં વરસેલા વરસાદે ખેડુતોની હાલત બગાડી છે કેમકે ખેડુતોને તૈયાર પાક વરસાદમાં પલળી ગયો છે. બનાસકાંઠાના થરાદના માર્કેટ યાર્ડમાં બહાર ખુલ્લામાં રખાયેલો રાયડો, ઇસબગુલ, એરંડા તેમજ જીરુની બોરીઓ પલળી ગઇ. છેલ્લા બે મહિનાથી લોકડાઉન હોવાના કારણે માર્કેટ યાર્ડ બંધ હતા.

ખુલ્લામાં પડી રહેલી તૈયાર પાકની બોરીઓ વરસાદમાં પલળી

હવે માર્કેટ યાર્ડ ખુલ્યા ત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાનો માલ લઈને વેચવા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. જેથી માર્કેટ યાર્ડમાં માલનો ભરાવો થતાં ખુલ્લામાં પડી રહેલી તૈયાર પાકની બોરીઓ વરસાદમાં પલળી ગઇ. તો બીજી તરફ ખેડૂતોના ઉભા પાક પણ જમીન દોસ્ત થઈ ગયા છે. કેટલાક ઘરના પતરા પણ ઉડી ગયા છે. આમ નિસર્ગના કારણે આવેલા વરસાદ અને ભારે પવનના કારણે જાણે આ પંથકના ખેડૂતો પર કુદરત રૂઠી હોય તેવી સ્થિતી છે.

READ ALSO

Related posts

કડકાઇ/ કોરોનાના વધતા સકંજા વચ્ચે 27 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ, ધંધા-રોજગાર અને લગ્ન સમારંભોના આયોજન માટે નવી ગાઇડલાઇન જાહેર

Bansari

જાણવા જેવુ / કોરોનાના ત્રણ પ્રકારના હોય છે દર્દીઓ, જાણો કોને કેવી રાખવી પડશે સાવચેતી…?

GSTV Web Desk

ચિંતાનો વિષય / શીત-યુદ્ધની સંભાવના બની પ્રબળ, બ્રિટને આપી રશિયા અને ચીન પ્રમુખને સ્પષ્ટ ચેતવણી

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!