GSTV
Banaskantha Trending ગુજરાત

બનાસકાંઠામાં ખાતર કૌભાંડ : પૈસા ક્યાં ગયા ?

બનાસકાંઠા જિલ્લાના ખરીદ વેચાણ સંઘમાં, ખાતર વિતરણમાં કરોડોના કૌભાંડના પૂર્વ ચેરમેને આક્ષેપ કર્યા છે.પૂર્વ ચેરમેન કે.પી.ચૌધરીએ પોતે જ જિલ્લા સંઘ સામે રૂ.૪ કરોડથી વધુ રકમનું બીલ બાકી હોઈ તેમાં કૌભાંડ આચરાયુ હોવાનું જણાવ્યુ છે. ખાતરના બિલો બારોબાર આપી દઈ અને હવાલા સંઘના ચોપડે ઉધારવાની નિતી સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે. બાકીદાર સંસ્થાઓ પાસેથી નાણાં વસૂલવા માટે લડતના એંધાણ માંડ્યા છે.પૂર્વ ચેરમેનના આક્ષેપ મુજબ  ડીસા, દાંતીવાડા અને અન્ય મંડળીઓ પાસેથી રૂ.૯ કરોડ ઉપરાંતની રકમ હાલ બાકી બોલે છે અને તેના અંદાજીત રૂ.૭ કરોડથી વધુના બીલો સંઘ, કંપનીઓ અને ગુજકો માસોલ વચ્ચે બીલ બનાવ્યા વગર ફર્યા કરે છે અને સંઘ તેમજ સદર સંઘો પાસે સ્ટોકમાં રાસાયણીક ખાતર નથી અને તેની રકમ પણ જમા થઈ નથી અને પૈસા બારોબાર ચાઉં થઇ ગયા હોવાના આક્ષેપો કર્યા છે.

 

Related posts

ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવા પહોચેલા ખેડૂતોની પોલીસે અટક કરી, સરકારે નિર્ણય નહીં બદલતા હવે ઉગ્ર આંદોલનના પણ એંધાણ

pratikshah

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

સાયકલ રેસના કારણે આજથી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ તરફનો માર્ગ બંધ, બહાર નિકળતા પહેલા રાખજો સાવચેતી નહીંતર ફસાશો

pratikshah
GSTV