બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે વરસાદ આફત બનીને તૂટી પડે છે. આ વખતે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ ધમધોકાર બેટીંગ કરતા ડેમ અને નદીનાળા છલકાય ગયા છે. તો કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. હજુ ગત્ત વર્ષની મુસીબતમાંથી બનાસકાંઠા ઉગર્યું નથી ત્યાં આ વર્ષે પણ ત્યાં મેઘરાજા થોડા વધારે જ મહેરબાન થઇ જતા મેઘ મહેર મેઘ કહેરમાં પલટી છે. આ વર્ષનો વરસાદ શરુ થતા જ બનાસકાંઠા પર મેઘરાજા પૂરા મહેરબાન થઇ ગયા છે.
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ચાંગા અને નાથપુરા ગામે વીજળી પડતા ખેડૂતના ૪ પશુઓના મોત થયા હતા. દિયોદર,લાખણી અને કાંકરેજ તાલુકામાં મેઘરાજાએ શનિવારે મધરાત્રે એન્ટ્રી કરી હતી. વીજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ વરસાદ વરસતા ગરમી અને બફારાથી લોકોને રાહત થઈ હતી.
ત્યારે શરૂઆતથી જ મેઘરાજાએ પોતાનું રોદ્ર સ્વરૂપ દર્શાવતા બનાસકાંઠા માટે ગત્ત વર્ષની આફત ન સર્જાય તેવી આશા રાખવી રહી. તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર શરૂ થઈ છે. આજે પાલનપુર, દાંતા, અમીરગઢ, વડગામ, ડીસામા વરસાદ વરસ્યો હતો. વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. તેમજ બફારાથી પરેશાન લોકોને વરસાદથી ઠંડક અનુભવી છે.