GSTV

એશિયાની સૌથી મોટી ડેરીમાં શરૂ થયેલા ચૂંટણીના કાઉન્ટડાઉનથી પશુપાલકોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો

Last Updated on September 1, 2020 by

એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે, પરંતુ ડેરીમા સત્તાની લડાઈમાં પશુપાલકો પરેશાન છે. ડીસા તાલુકાના પેપળુ ગામે આવેલી દૂધ મંડળીમાં ત્રણ દિવસ અગાઉ રાજકીય કિન્નાખોરી રાખી ક્વેરી ઊભી કરવામાં આવી હતી, આ તપાસ બાદ મંડળીને તાળાં મારી દીધા હતા. પેપળુ મંડળીને તાળાં લાગતાં જ અહીં દૂધ ભરાવતા પશુપાલકો રજળી પડ્યા હતા. દૂધ મંડળીમાં રોજનું 3 હજાર લિટર ભરાવે છે પરંતુ ત્રણ દિવસથી મંડળી બંધ હોવાના કારણે પશુપાલકોએ તેમનું દૂધ રોડ પર ઢોળી દેવાની નોબત આવી છે. જેથી નુકશાનથી કંટાળેલા પશુપાલકોએ બનાસડેરીની કિન્નાખોરી સામે જાહેરમાં દૂધ ઢોળી વિરોધ દર્શાવ્યો છે..

શંકર ચૌધરી અને માવજીભાઈ દેસાઈ એક સમયે એકબીજાના પૂરક ગણાતા બંને નેતા હવે એકબીજાની સામે આવી ગયા છે. ચૂંટણી નજીક આવતા શંકરભાઈ ચૌધરીએ તેમની હરીફ મંડળીઓને અને હરીફ ઉમેદવારોના કટ ઓફ લિસ્ટ કરવા માટે પશુપાલકોને નુકસાન કરી રહ્યાંના આક્ષેપ થઈ રહ્યાં છે. બનાસ ડેરીમાં શંકર ચૌધરીનું સૌથી મોટુ વિરોધી ગ્રુપ માવજીભાઈ દેસાઈ ગ્રુપ છે અને માવજીભાઈ દેસાઈ ડીસામાંથી બનાસ ડેરીના ડિરેક્ટરની ચૂંટણી લડવાના છે. ડીસામાં બનાસ ડેરીના ડિરેક્ટર માટેના કુલ 130 મત છે જેમાંથી 65 મત દેસાઈ મંડળીના એટલે કે દેસાઈ સમાજ પાસે છે. જ્યારે બાકીની 65 મંડળીઓમાં તમામ સમાજના મત આવી જાય છે. જેથી માવજી દેસાઈ ચૂંટણીમાં મજબૂત ટક્કર આપશે.

READ ALSO

Related posts

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Harshad Patel

સાવધાન / શરીર માટે નુકશાનકારક છે વધુ પડતુ દૂધનું સેવન, આ પ્રકારની સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો

Zainul Ansari

પર્દાફાશ/ 6 હજાર રૂપિયાની છેતરપિંડીની હતી તપાસ : પોલીસે કાર્યવાહી કરી તો 50 કરોડનું નીકળ્યું કૌભાંડ, 28 હજાર લોકો હતા છેતરાયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!