GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

Banana Covid: કોરોના સામે ઝઝૂમી રહ્યા છે દેશ, ખેડૂતોને પરેશાન કરવા આવી વધુ એક બિમારી

લોકો કોરોનાથી હેરાન પરેશાન છે ત્યારે હવે કેળાના પાક પર બનાના કોવિડનો ખતરો સર્જાયો છે. આ બીમારીથી માણસોને તકલીફ નથી થતી પણ કેળાની ફસલનો ખાતમો બોલી જાય તેવી સંભાવના હોય છે. વૈજ્ઞાનિક રીતે તેને ફ્યુઝેરિયમ વિલ્ટ ટીઆર ચાર તરીકે ઓળખવામાં આવે છે.

આ દેશોમાં પહોંચી ગઈ છે બિમારી

આ એક પ્રકારની ફંગસ છે જેનાથી કેળાનો પાક ખરાબ થઈ શકે છે. ભારતમાં દુનિયામાં સૌથી વધારે કેળાનો પાક થયા છે. આ બીમારી પહેલા તાઈવાનમાં જોવા મળી હતી.હવે તે મિડલ ઈસ્ટ, આફ્રિકા અને લેટિન અમેરિકન દેશોમાં પહોંચી ચુકી છે. નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ બનાનાના ડાયરેક્ટર એસ ઉમાનુ કહેવુ છે કે,  ફ્યુઝેરિયમ વિલ્ટ ટીઆર ચારને આપણે કેળા માટેનો કોરોનો વાયરસ પણ કહી શકીએ છે. કારણકે તેનાથી આખી દુનિયામાં કેળાના પાકને નુકસાન થઈ રહ્યુ છે. આ બીમારીની અસર યુપી અને બિહારમાં પડવાની શક્યતા છે.તેને રોકવા માટે કોશિશ થઈ રહી છે પણ એ ખબર નથી કે તેમાં સફળતા કેટલી મળશે.

ખેત પેદાશોની સૌથી ભયંકર બીમારી

યુએનની સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને  ફ્યુઝેરિયમ વિલ્ટ ટીઆર ચારને દુનિયાની ખેત પેદાશોની સૌથી ભયંકર બીમારી ગણાવી છે. કારણકે તેને રોકવા માટે હાલમાં કોઈ ઉપાય નથી અને તેના માટે કોઈ દવા પણ બની નથી. કોરોનાથી બચવા માટે ક્વોરેન્ટાઈન થવાનો રસ્તો તે રીતે આ બીમારીને રોકવા માટે પ્લાન્ટને ક્વોરેન્ટાન કરવા પડે છે. આખી દુનિયામાં આ બીમારીએ 1.96 લાખ કરોડની કેળાની ખેતીને બરબાદ કરી છે.કેળા એવુ ફળ છે જે આખી દુનિયામાં ખવાય છે.

ભારત બની શકે હોટસ્પોટ

ભારત દર વર્ષે 2700 કરોડ કિલો કેળાનુ ઉત્પાદન કરે છે. ફ્યુઝેરિયમ વિલ્ટ ટીઆર ચાર બીમારી કેળાની કોમન પ્રજાતિઓને બરબાદ કરે છે. જે સૌથી વધારે ખવાય છે. આ પૈકીની એક પ્રજાતિ પીળા રંગનુ કેળુ છે. આ પ્રજાતિને ગ્રાન્ડ નૈન કહેવામાં આવે છે. ભારતમાં આ બીમારી કેવી રીતે આવી તેની તપાસ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. જોકે આ બીમારી નવી નથી. તેણે 1950માં કેળાની એક વેરાઈટ ગ્રોસ મિશેલને ખતમ કરી નાંખી હતી.

READ ALSO

Related posts

આ કારણે ભારતમાં થાય છે દર વર્ષે 15.73 લાખ લોકોનાં મોત, Corona કરતાં પણ વધારે સંભાળ રાખવાની છે જરૂર

pratik shah

પગમાં આવા નિશાન દેખાય તો તમને પણ થઇ શકે છે કોરોના, આવા છે ઘાતક વાયરસના નવા લક્ષણો

Bansari

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા આ 11 લક્ષણો, જાણો તમને કોરોના તો નથીને

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!