GSTV

BAN vs PAK : પાકિસ્તાને ‘બેઈમાની’થી જીતી અંતિમ T20 મેચ! VIDEO માં જુઓ લાસ્ટ બોલ ડ્રામા

Last Updated on November 23, 2021 by Vishvesh Dave

પાકિસ્તાને ત્રીજી અને અંતિમ T20 રોમાંચક મેચમાં બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું. મેચની છેલ્લી ઓવરમાં ખાસ કરીને છેલ્લા બોલમાં ખુબ નાટક થયું હતું. મોહમ્મદ નવાઝે છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પાકિસ્તાનને જીત અપાવી હતી. છેલ્લી ઓવરમાં કુલ 3 વિકેટ પણ પડી હતી. પાકિસ્તાનની જીત બાદ બાબર આઝમની ટીમ પર સવાલો ઉઠી રહ્યા છે . છેલ્લી ઓવર ફેંકનાર બાંગ્લાદેશના સુકાની મહમુદુલ્લાહે પણ તેના વિશે મોટી વાત કરી હતી. પાકિસ્તાને ટી-20 શ્રેણી 3-0થી કબજે કરી હતી.

Pakistan vs Bangladesh: Mohammad Nawaz clarifies last over 'drama'

પાકિસ્તાનછેલ્લી ઓવરમાં 8 રન કરવાના હતા. પરંતુ પ્રથમ 5 બોલમાં માત્ર 6 રન જ બન્યા હતા અને પાકિસ્તાને પણ 3 વિકેટ ગુમાવી દીધી હતી. હવે તેને જીતવા માટે છેલ્લા બોલ પર 2 રન બનાવવાના હતા.મહમુદુલ્લાહે છઠ્ઠો બોલ નાખ્યો, પરંતુ મોહમ્મદ નવાઝ ખસી ગયો અને બોલ વિકેટ સાથે અથડાયો. આના પર બાંગ્લાદેશના ખેલાડીઓએ અપીલ કરી હતી, જેને અમ્પાયરે ઠુકરાવી દીધી હતી. આ પછી નવાઝે ફરીથી બોલ પર ચોગ્ગો ફટકારીને પાકિસ્તાનને જીત અપાવી હતી.

અમ્પાયરના નિર્ણયનું સન્માન કરીયે છીએ

મેચ બાદ મહમુદુલ્લાહે કહ્યું, ‘નવાઝ છેલ્લી ઘડીએ ખસી ગયો. મેં અમ્પાયરને પૂછ્યું કે શું આ બોલ બરોબર છે. એનાથી વધુ કંઈ નહિ. અમે અમ્પાયરના નિર્ણયનું સન્માન કરીએ છીએ. તેનો નિર્ણય અંતિમ છે. આ નિર્ણય બાંગ્લાદેશના અમ્પાયર તનવીર અહેમદે આપ્યો હતો.

પરિણામ પર નિરાશા વ્યક્ત કરતા બાંગ્લાદેશના કેપ્ટને કહ્યું કે અમે જીતની નજીક હતા પરંતુ એ થઈ શક્યું નહીં. અમે એક-બે મેચ જીતવાની સ્થિતિમાં હતા. તે પહેલા બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયા (બાંગ્લાદેશ વિ ઓસ્ટ્રેલિયા) અને ન્યુઝીલેન્ડ (બાંગ્લાદેશ વિ ન્યુઝીલેન્ડ)ને ઘરઆંગણે T20 સિરીઝમાં હાર આપી હતી.

ALSO READ

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!