GSTV

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

વાયરસ

Last Updated on July 31, 2021 by Damini Patel

ચામાચીડિયાનું શરીર ઇબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છે તેમ છતાં તે સુપર ઇમ્યૂનિટી ધરાવતું હોવાથી તેને કોઇ જ અસર થતી નથી. માણસ વાયરસના પ્રકોપથી બચી શકે તે માટે વિજ્ઞાનીઓ ચામાચીડિયાની સુપર ઇમ્યૂનિટીનું રહસ્ય શોધવા મથી રહયા છે. સ્તનધારી અને છતાં ઉડી શકતું ચામાચીડિયું સૌથી વધારે સરેરાશ ૩૦ થી ૪૦ સુધી કેવી રીતે જીવે છે એ અત્યાર સુધી સૌથી મોટો પ્રશ્ન હતો. યૂનિવર્સિટી ઓફ રોચેસ્ટરના સંશોધકોના જણાવ્યા અનુસાર ચામાચીડિયાના લાંબા જીવનનું રહસ્ય વાયરસ સામે લડવાની સહનશકિત છે તેનું શરીર ઇન્ફલેમેશન એટલે કે સોજોને ખૂબ જ સારી રીતે નિયંત્રિત કરી શકે છે.

માનવ શરીરની વાત કરીએ તો શરીરમાં કોઇ વિકાર પેદા થાય કે ચોટ લાગે ત્યારે શરીરમાંના શ્વેતકણો વાયરસ અને બેકટેરિયા સામે રક્ષણ માટે સક્રિય થઇ જાય છે. સામાન્ય રીતે વધતી જતી ઉંમર સાથે જોડાયેલી બીમારીને ઇન્ફલેમેશન સાથે સીધો સંબંધ હોય છે. કેન્સર,અલ્ઝાઇમર અને હ્વદય રોગ જેવી બિમારીઓ અને વિકારો માટે ઇન્ફલેમેશનનો મોટો હાથ હોય છે. જો કે ચામાચીડિયાએ માણસથી વિપરિત વિશિષ્ટતંત્ર વિકસિત કર્યું છે જે વાયરસ ફેલાવાની ગતિને ધીમી કરી શકે છે અને સંતૂલિત સુપર ઇમ્યૂનિટી પણ પેદા કરે છે. આ બંનેનું બેલેન્સ વાયરસની અસરને ખતમ કરી નાખે છે.

શરીરના તાપમાનમાં વધારા અને ઘટાડાને કાબુમાં લઇ શકે

ઉડી શકવાની ક્ષમતાના કારણે ચામાચીડિયું શરીરના તાપમાનમાં વધારા અને ઘટાડાને કાબુમાં લઇ શકે છે. ચામાચીડિયાએ મોલિકયૂલરને થતા નુકસાનને અટકાવવાનું પણ શીખી લીધું છે. આ તમામ પાસાઓ તેને રોગો સામે લડવામાં મદદ કરે છે બીજું કે તે સૂર્યપ્રકાશ વગર ગુફા જેવા સ્થળોએ હજારોની સંખ્યામાં રહે છે.

ચામાચીડિયામાં આ ક્ષમતા હજારો વર્ષ પછી વિકસી

વાયરસ ફેલાવા માટે આ એક આદર્શ સ્થિતિ હોવાથી ગુફામાંથી બહાર નિકળતા ચામાચીડિયા વાયરસ પણ બહાર લેતા આવે છે. ચામાચીડિયાને સદીઓથી વાયરસ સાથે પનારો પડયો હોવાથી તેનું શરીર વાયરસ સાથે સતત લડતું રહયું છે. ચામાચીડિયામાં આ ક્ષમતા હજારો વર્ષ પછી વિકસી છે જે માણસના આરામદાયક શરીરમાં વિકસી શકે તેમ નથી. જો કે કેટલીક બાબતો માનવ ચિકિત્સા વિજ્ઞાનમાં મદદ કરી શકે છે.

ચામાચીડિયાએ ઇન્ફલેશનનો સામનો કરવા માટે પોતાના અનેક જીનોમમાં પરીવર્તન કર્યુ છે, મનુષ્ય આ જીનોમમાં બદલાવ માટે નવી દવાઓ અને ટેકનિક શોધી શકે છે. તેમ છતાં તમામ પ્રકારના વાયરસ સામે માણસ જાત લડી શકે તેમ નથી.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!