GSTV
India News Trending

પાન-મસાલા અને ગુટખા પર લાગી ગયો વધુ એક વર્ષનો પ્રતિબંધ, કોરોનાએ તો ભારે કરી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંકટની વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીમાં પાન, મસાલાની બનાવટ, ગુટખા, ભંડાર, વિતરણના વેચાણ પર લાગેલા પ્રતિબંધને વધુ એક વર્ષ સુધી વધારી દીધો છે.

દિલ્હીમાં છેલ્લા 4 વર્ષથી પાન મસાલા પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં છેલ્લા 4 વર્ષથી પાન મસાલા પર પ્રતિબંધ છે. ખાદ્ય સુરક્ષા વિભાગે આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કર્યું છે, તેના આધારે એક વર્ષ માટે ગુટખા, પાન મસાલા, તમાકુ કે અન્ય રૂપમાં તમાકુના ઉત્પાદનના નિર્માણ, સ્ટોરેજ કે વિતરણ પ્રતિબંધિત રહેશે.અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોરોનાની વિરૂદ્ધમાં લડાઈ હજુ ચાલુ જ છે. કોઈએ થાકવાનું નથી, અટકવાનું નથી પણ સાથે આગળ વધવાનું છે.

દિલ્હીએ આજે કોરોના પર ઘણે અંશે કાબૂ મેળવ્યો

કોરોનાની લડાઈ એકલા જીતી શકાશે નહીં. ટીમ વર્ક જરૂરી છે. સિધ્ધાંતો સાથે દિવસ રાત કામ કર્યું છે તેનું સારું પરિણામ મળી રહ્યું છે. દિલ્હીની જનતા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સ્વયંસેવી સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ સહિતના સહયોગથી આ શક્ય બન્યું છે. દિલ્હીએ આજે કોરોના પર ઘણે અંશે કાબૂ મેળવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને મોતમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

READ ALSO

Related posts

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel

પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો

Hina Vaja

પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી

Siddhi Sheth
GSTV