GSTV
Home » News » સરકારે 105 નર્સરી શાળાઓમાં એડમિશન માટે લગાવી રોક, બહાર પાડી એક માર્ગદર્શિકા

સરકારે 105 નર્સરી શાળાઓમાં એડમિશન માટે લગાવી રોક, બહાર પાડી એક માર્ગદર્શિકા

ઘણીવાર એવું હોય કે સ્કૂલવાળા પોતાનાં જ વટમાં ફરતા હોય કે અમારૂ કોઈ કંઈ ના કરી શકે. તો એવા લોકોની આંખ ખોલવા માટે સરકારે કડક પગલા લીધા છે. દિલ્હીની 105 નર્સરી શાળાઓમાં એડમિશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ શાળાઓ દ્વારા એડમિશનનાં નિતિ-નિયમોનું પાલન કરવામાં નહોતું આવતું તેથી આ શાળાઓમાં એડમિશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને એ શાળાઓની માન્યતા પણ રદ થાય એવી શક્યતા છે.

આજથી દિલ્હીની નર્સરી શાળાઓમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ છે. લગભગ 1700 ખાનગી શાળાઓમાં એડમિશન માટે અરજી પત્ર મળવાની શરૂઆત થઈ ચૂકી છે. એડમિશન માટે 7 જાન્યુઆરી સુધી અરજી ફોર્મ સબમિટ કરી શકશે. અરજી ફોર્મ માટે પણ વાલીઓને વધુ ભાગદોડ કરવાની જરૂર નથી કારણ કે કેટલીક શાળાઓમાં ઑનલાઇન અરજી કરવાની સુવિધા છે. વધુ માહિતી માટે તમે સંબંધિત શાળા ઑફિશિયલ વેબસાઇટ પર મુલાકાત લઈ શકો છો.

શાળાઓના મનમાની પર કંટ્રોલ લાવવા માટે શિક્ષણ નિર્દેશાલય દ્વારા શાળાઓ માટે કેટલીક માર્ગદર્શિકાઓ પણ આપવામાં આવી છે. તેમની માર્ગદર્શિકા મુજબ, શાળા ફોર્મની ફી ફક્ત 25 રૂપિયા લેવી. શાળા પાર્ટન્ટ્સ પાસેથી કોઈ પણ પ્રકારનું કોઈ ડોનશન વસૂલ કરી શકાતું નથી. એટલું જ નહીં, નિયામકશ્રીએ આ સ્પષ્ટ કર્યું છે કે તમામ શાળાઓમાં બાળકોને એડમિશન પોઇન્ટ સિસ્ટમ આધાર પર મળે. પ્રથમ એડમિશન લિસ્ટથી જો કોઈ પેરેન્ટ્સને કોઈ પણ તકલીફ હોય તો તેનો નિર્ણય 5 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે લવાશે.

READ ALSO

Related posts

અમિત શાહે દિલ્હીમાં જનગણના ભવનનું કર્યું ઉદ્ધાટન, જાણો શા માટે ઈમારતનો રંગ છે ગ્રીન ?

Mayur

દિલ્હી: અક્ષરધામ મંદિર પાસે ધોળાદિવસે બદમાશોએ પોલીસ પર કર્યુ ફાયરિંગ, સામે આવ્યો Video

Bansari

દારૂનું ધામ બની ચૂક્યું છે રંગીલું રાજકોટ ? સત્તત ત્રીજા દિવસે પોલીસની મેગાડ્રાઈવમાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!