GSTV
India News ટોપ સ્ટોરી

BIG NEWS/ તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર આ તારીખ સુધી મુકાયો પ્રતિબંધ, કોરોનાના વધતા કેસો વચ્ચે લેવાયો મોટો નિર્ણય

કોરોના

International Flights Suspension: દેશમાં જીવલેણ કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે કોમર્શિયલ પેસેન્જર સર્વિસ (વાણિજ્ય પેસેન્જર સેવાઓ)નું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરવાની અસર કાર્ગો અને DGCA માન્ય ફ્લાઈટ્સ પર પડશે નહીં.

28 દેશો સાથે એર બબલ કરાર હેઠળ વિશેષ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ્સનું સંચાલન

આ અગાઉ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 31 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. કોવિડ-19 મહામારીને કારણે 23 માર્ચ 2020થી ભારતમાં આવતી જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે. જો કે, છેલ્લા જુલાઈ 2020 થી, લગભગ 28 દેશો સાથે એર બબલ કરાર હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં નવા 2.82 લાખ કેસ

દેશમાં જીવલેણ કોરોના (India Corona Update) ની ગતિ સતત બેકાબૂ બની રહી છે. તેની સાથે સાથે દેશમાં કોરોનાના સૌથી ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસ પણ ઝડપથી વધી રહ્યાં છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં 8,961 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 2 લાખ 82 હજાર 970 નવા કેસ નોંધાયા છે અને 441 લોકોનાં મોત નિપજ્યાં છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હવે 15.13% થયો છે.

CORONA

જો કે, મોટી વાત એ છે કે દેશમાં ગઈ કાલ કરતાં 44,952 વધુ કેસ નોંધાયા છે. ગઈ કાલે કોરોના વાયરસના 2,38,018 કેસ નોંધાયા હતાં. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ માહિતી આપી છે કે, ગઈ કાલે ભારતમાં કોરોના માટે 18 લાખ 69 હજાર 642 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ ગઈ કાલ સુધીમાં કુલ 70 કરોડ 74 લાખ 21 હજાર 650 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

એક્ટિવ કેસ વધીને થયા 18 લાખ 31 હજાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 18 લાખ 30 હજાર થઈ ગઈ છે. આ સાથે મહામારીનાં કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 87 હજાર 202 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈ કાલે એક લાખ 88 હજાર 157 લોકો સાજા થયા હતાં. ત્યાર બાદ અત્યાર સુધીમાં 3 કરોડ 55 લાખ 83 હજાર 39 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે.

Read Also

Related posts

મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ

Zainul Ansari

IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ

Hardik Hingu

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk
GSTV