GSTV

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

સરકારે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો ઉપર પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી વધારી દીધો છે. નાગર વિમાનન મહાનિદેશાલય (DGCA)એ આજે જાહેર કરેલા સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે 31 ઓકટોબરની રાતે 11.59 સુધી દેશમાં નિયમિત આંતરરાષ્ટ્રીય યાત્રી ફ્લાઈટોનું પરિચાલન બંદ રહેશે. આ પહેલા 30 સપ્ટેમ્બર સુધી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોને પ્રતિબંધિત કરવામાં આવી હતી.

DGCAએ કરી આ સ્પષ્ટતા

ડીજીસીએએ સ્પષ્ટ કર્યું છે કે, માલવાહન ફ્લાઈટોને પ્રતિબંધમાંથી છુટ મળશે. સાથે જ પસંદગીના માર્ગો ઉપર વિશેષ પ્રબંધના માધ્યમથી નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનોની મંજૂરી આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે દ્વિપક્ષિય કરાર હેઠળ કેટલાક દેશોની સાથે એર બબલની વ્યવસ્થા હેઠળ ફ્લાઈટોને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ વંદે ભારત મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું પરિચાલન કરવામાં આવી રહ્યું છે. દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું નિયમિત પરિચાલન 22 માર્ચથી બંધ છે. લોકડાઉન દરમયાન 25 માર્ચથી તમામ ઘરેલુ યાત્રી ફ્લાઈટો ઉપર બ્રેક લગાવી દેવામાં આવી હતી. બે મહિના બાદ 25 મેથી નિયમિત ઘરેલુ યાત્રિ ફ્લાઈટોનું પરિચાલન શરૂ થઈ ગયું હતું પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો ઉપર પ્રતિબંધ યથાવત રહ્યો હતો.

Related posts

બર્થ ડે પાર્ટીમાં બોલ્ડ અવતારમાં નજર આવેલી મલાઇકા અચાનક અસહજ કેમ થઈ ગઈ? આ છે કારણ…

Ankita Trada

કોરોના દર્દીઓનું મગજ 10 વર્ષ ઘરડું થયાનો સંશોધનમાં ખુલાશો, સાજા થયા પછી માનસિક સ્થિતિમાં ઘટાડો

Karan

ફ્રેન્ચ પ્રોડક્ટની વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં કૂદી પડ્યો પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર, મેક્રોને સંભળાવી ખરીખોટી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!