કોરોના સંક્રમણના ફેલાવા માટે મદ્રાસ હાઇકોર્ટ દ્વારા ચૂંટણી પંચને જવાબદાર ઠેરવવામાં આવ્યા પછી ચૂંટણી પંચે કેટલાક વધુ કડક નિયમો બનાવ્યા છે. ચૂંટણી પંચે મતદાન ગણતરી પછી તમામ વિજય સરઘસો અને રેલીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉલ્લેખનીય છે કે આસામ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ અને પુડુચેરીમાં બીજી મેના રોજ મતગણતરી થશે. તમિલનાડુ, કેરળ, આસામ, પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી સમાપ્ત થઇ ગઇ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં આઠમા અને અંતિમ તબક્કાનું મતદાન ૨૯ એપ્રિલના રોજ થવાનું છે.
ચૂંટણી પંચ દ્વારા તમામ રાજ્યોના ચૂંટણી અધિકારીઓને જારી કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં કોરોનાના કેસો વધવાને કારણે ચૂંટણી પંચે મતગણતરી દરમિયાન કેટલાક કડક નિયમો બનાવ્યા છે. બીજી મેના રોજ મતગણતરી પૂર્ણ થયા પછી કોઇ પણ પ્રકારની ઉજવણી, સરઘસ કે રેલી યોજી શકાશે નહીં.

વિજયી ઉમેદવાર સાથે બે થી વધારે વ્યકિત રહી શકશે નહીં
આ આદેશમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વિજયી ઉમેદવાર સાથે બે થી વધારે વ્યકિત રહી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ મદ્રાસ હાઇકોર્ટે દેશમાં કોરોનાની બીજી લહેર માટે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને જવાબદાર ગણાવી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પંચની બેદરકારીને કારણે દેશમાં આ સ્થિતિ સર્જાઇ છે.
હાઇકોર્ટે ચૂંટણી પંચને સૌથી બેજવાબદાર સંસ્થા ગણાવી હતી અને જણાવ્યું હતું કે ચૂંટણી પંચના અધિકારીઓ સામે હત્યાનો ગુનો દાખલ થવો જોઇએ. જજોએ બીજી મેના રોજના મતગણતરી પણ રોકી દેવાની ચિમકી આપી હતી. ખંડપીઠે ચૂંટણી પંચને ૩૦ એપ્રિલના રોજ મતગણતરીના દિવસ માટેના પ્રોટોકોલની એક નકલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
- બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી દરમિયાન ચૂંટણી પંચે એક હોલમાં મતગણતરીના ટેબલોની સંખ્યામાં ઘટાડો કર્યો છે.
- મદ્રાસ હાઇકોર્ટની ટીકા પછી ચૂંટણી પંચની સ્પષ્ટતા
- કોરોનાના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી રાજ્યોની છે : ચૂંટણી પંચ
- -અમે વારંવાર રાજ્યોને કોરોના સંક્રમણ અટકાવવા એનડીએમએના નિર્દેશોનું પાલન કરવા કહ્યું હતું

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોરોનાના નિયમોનું યોગ્ય પાલન ન થવા બદલ ટીકાઓનો સામનો કરી રહેલા કેન્દ્રીય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે કોરોનાને અટકાવવા માટે નિયમોનું પાલન કરાવવાની જવાબદારી રાજ્યોની ડિઝાસ્ટર મેનેજમેન્ટ બોડીની છે.
ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું છે કે તેણે સતત રાજ્ય અને જિલ્લા સત્તાવાળાઓને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)ના નિર્દેશોનું પાલન કરાવવા કહ્યું હતું.
ચૂંટણી પંચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોરોના મહામારી અટકાવવાના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(એસડીએમએ)ની છે અને કોઇ પણ સંજોગોમાં તે આ જવાબદારી પોતાના માથે લઇ શકે નહીં.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણી પ્રચાર દરમિયાન કોરોનાના નિયમોનું પાલન ન થવા બદલ કેન્દ્રીય ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું હતું. તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી સમાપ્ત થઇ ગઇ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં આઠમા અને અંતિમ તબક્કાનું મતદાન ૨૯ એપ્રિલે થવાનું છે. આ પાંચેય રાજ્યોમાં બીજી મેના રોજ મતગણતરી થવાની છે.
Read Also
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા