GSTV
Auto & Tech Trending

Gameના ચાહકો માટે માઠા સમાચાર: ભારતમાં બેન થઇ શકે છે પોપ્યુલર ગેમ Free Fire અને PUBG India, વડાપ્રધાન મોદી સુધી પહોંચી વાત

ગત અઠવાડિયે નેપાલના એક સાંસદે સરકારને દેશમાં PUBG મોબાઇલ અને Garena Free Fire જેવી ઓનલાઇન ગેમ પર પ્રતિબંધ લગાવવાની વિનંતી કરી છે. એક નવા રિપોર્ટ મુજબ હવે એડીજે નરેશ કુમારા લાકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતામાં “PUBG India” (BGMI) અને ગરેના ફ્રી ફાયર જેવી ગેમ પર પ્રતિબંધ લગાવવા માટે એક પત્ર લખ્યો છે.

બાળકોના વિકાસ પર પડી રહી છે અસર

લાકાએ જણાવ્યું કે આ બેટલ રોયલ ગેમ્સ બાળકો પર ખરાબ અસર નાંખે છે. એક સત્તાવાર નિવેદનમાં લાકાએ જણાવ્યું કે દેશના નાગરિકો કુખ્યાત ગેમ પબ્જી મોબાઇલ પર પ્રતિબંધ લગાવવામાં માટે લીધેલા પગલાની પ્રશંસા કરે છે, જેનાથી બાળકોના વિકાસ પર વિનાશકારી પ્રતિકૂળ અસર થાય છે. પરંતુ તાજેતરમાં બે ગેમ ગરેના ફ્રી ફાયર અને PUBG ઇન્ડિયા (Battlegrounds Mobile India) પણ અગાઉની પબ્જીની જેમ બાળકો પર પ્રતિકૂળ અસર કરી રહી છે.

બાળકોના સામાન્ય જીવનને અસ્ત-વ્યસ્ત કરી રહી છે આ ગેમ

લાકાએ વધુમાં જણાવ્યું કે બાળકો આવી ગેમ રમવામાં લાંબો સમય વેડફી દેતા હોય છે, જે તેમના સામાન્ય જીવનને અસ્ત-વ્યસ્ત કરી દે છે અને તેમના પરિવાર અને સામાજિક વ્યવહારને પ્રભાવિત કરે છે. તેમણે સૂચન આપ્યું છે કે બાળકોને આ પ્રકારની ગેમથી રક્ષણ આપવા માટે એક કાયદો લાવવો જોઇએ.

PUBG મોબાઇલને BGMI તરીકે લોન્ચ કરી

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે ગલવાન ખીણ મામલા પછી ચીનની ઘણી લોકપ્રિય એપ્લિકેશન જેમા PUBG મોબાઇલ પણ સામેલ છે, તેના પર પ્રતિબંધ લાદ્યો હતો. ગેમ ડેવલોપર ક્રાફ્ટને તાજેતરમાં જ દેશમાં બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા અથવા BGMI તરીકે PUBG મોબાઇલને ફરીથી લોન્ચ કરી છે.

લોન્ચ પહેલા પણ વિવાદમાં BGMI

ભારતમાં BGMIના રિલીઝ થતા પહેલા જ દેશમાં આ ગેમ પર પ્રતિબંધની અરજી આવી હતી. BGMI વર્તમાનમાં માત્ર એન્ડ્રોઇડ મોબાઇલ વપરાશકાર માટે ઉપલબ્ધ છે. કેટલાક અહેવાલો પરથી જાણવા મળે છે કે BGMI મોબાઇલ ગેમને આઈઓએસ વર્ઝન પર કામ થઇ રહ્યું છે અને તેને ટૂંક સમયમાં જ રિલીઝ કરી શકાય છે. BGMIને ગૂગલ પ્લે સ્ટોર પર એક કરોડથી વધુ વપરાશકાર દ્વારા ડાઉનલોડ કરાઇ છે.

ઉપરાંત ગરેના ફ્રી ફાયર પણ આજે દેશમાં સૌથી લોકપ્રિય ગેમમાંની એક છે. બેટલ રોયલ ગેમ ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV