GSTV
Home » News » બળવંત ઠાકોરનો આક્ષેપ : ગુજરાતની 5 સીટો પર કોંગ્રેસને હરાવવાની અલ્પેશે સોપારી લીધી છે

બળવંત ઠાકોરનો આક્ષેપ : ગુજરાતની 5 સીટો પર કોંગ્રેસને હરાવવાની અલ્પેશે સોપારી લીધી છે

બનાસકાંઠાના લાખણીમાં કોંગ્રસ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં કોંગ્રેસ ઉપપ્રમુખ બળવંત ઠાકોરે અલ્પેશ ઠાકોર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. ઉત્તર ગુજરાતની પાંચ સીટો પર કોંગ્રેસને હરાવવાની સોપારી લીધી હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે.

ધારાસભ્યપદ જોખમમાં

ઠાકોરસેનાનુ બહાનુ ધરી ભાજપ સાથે રાજકીય સોદો કરનારાં અલ્પેશ ઠાકોરનુ હવે ધારાસભ્યપદ જોખમાયુ છે. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરનુ ધારાસભ્યપદ છિનવવા તૈયારીઓ કરી છે. આજે કોંગ્રેસ વિધાનસભા અધ્યક્ષને અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ્દ કરવા રજૂઆત કરશે. તેમજ પક્ષની લીગલ ટીમ હાઈકોર્ટમાં આ અંગે પીટીશન ફાઈલ કરશે.

alpesh thakor

અલ્પેશને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાના બદલે પ્રાથમિક સભ્યપદેથી તેની હકાલપટ્ટી કરાશે. આ માટે અન્ય રાજ્યોની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો અભ્યાસ પણ કરાયો છે. અલ્પેશ ઉપરાંત બાયડ અને બહુચરાજીના ધારાસભ્યો પર પણ લટકતી તલવાર છે. અલ્પેશને સમર્થન આપતા ધારાસભ્ય ધવલસિંહ અને ભરતજી ઠાકોરે પણ કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા હતા. પક્ષને નુકશાન કરનારાની હકાલપટ્ટી કરવાની રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસને સૂચના આપી છે. ત્યારે રાહુલ ગાંધીની સુચનાના પગલે ત્રણેય સામે પગલાં લેવાની તૈયારીઓ કરી લેવાઈ છે.

અલ્પેશે લાખો રૂપિયા ઉઘરાવ્યા

કોંગ્રેસના તમામ હોદ્દા પરથી એકાએક રાજીનામા આપી દઈને અલ્પેશ ઠાકોર એવા આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસમાં પૈસાથી ટિકિટ વેચવામાં આવે છે. કોંગ્રેસે મને માત્ર વિશ્વાસઘાત જ આપ્યો છે. કોંગ્રેસે મારું કે મારા સમાજનું કોઈ જાતનું સન્માન કર્યું નથી. મારા સમાજનું પણ અપમાન કર્યું છે.ત્યારબાદ તેઓએ ભાજપમાં જોડાવા અંગેની પણ ના પાડી હતી. જોકે સૂત્રો જણાવે છે કે ભાજપની યોજના મુજબ અને અલ્પેશ ઠાકોરે કરેલા સેટિંગ મુજબ લોકસભાની ચૂંટણી સુધી અલ્પેશ ઠાકોર અને અન્ય બે ધારાસભ્યો ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોર કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિ કરશે તેમજ ભાજપની બી ટીમ તરીકે કામ કરશે. અલ્પેશ ઠાકોરના આ વલણને લઇને ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે.

ચાણસ્મા અને પાટણમાં ઠાકોર સમાજના આગેવાનો અને નાગરિકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરે સમાજના નામે પોતાના રાજકીય રોટલા શેકી લીધા છે. ક્યારેય રાજકારણમાં નહીં જવાનું વચન આપનાર અલ્પેશ ઠાકોર પાછલા બારણેથી કોંગ્રેસના ધારાસભ્ય પણ બની ગયો હતો, પરંતુ હવે જરૂરિયાતના સમયે જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને દગો આપ્યો છે. 

ઠાકોર સમાજમાં દારૂની બદીને ડામવાની વાતો કરી હતી તેમજ રોજગારી આપવાનું વચન આપ્યું હતું. જેના માટે દરેકના કાર્ડ બનાવી તેના પેટે સો-સો રૂપિયા ઉઘરાવ્યા હતા. આ રીતે કરોડો રૂપિયા ઉઘરાવી લીધા છે પરંતુ તેનો હિસાબ અલ્પેશ ઠાકોરે આપ્યો નથી અને નાણાનું ચીટીંગ કરી લીધું છે. સમાજને ગેરમાર્ગે દોરી સમાજના ભાગલા પાડી દીધા છે. પોતાના સ્વાર્થ માટે સમાજના નામનો ખૂબ જ ખરાબ રીતે દુરુપયોગ કર્યો છે. 

Congress MLA Alipesh Thakor

સમાજના છોકરાઓ પાસેથી કે મહિલાઓ પાસેથી ઉઘરાવેલા નાણાં અલ્પેશ ઠાકોરે પાછા આપ્યા નથી. રાજકારણમાં નહીં જવાના સોગંદ લીધા હતા. પરંતુ અલ્પેશ ઠાકોર પોતાના સ્વાર્થને કારણે પહેલા સમાજમાં અને હવે રાજકારણમાં પણ સાવ નિષ્ફળ ગયો છે.સમાજને હાથો બનાવીને અલ્પેશ ઠાકોર ભાગલા પડાવવા નીકળી પડ્યો છે. ઠાકોર એકતા સમિતિના હોદ્દેદારો આક્ષેપ કરે છે કે સમાજના ભાગલા પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા અલ્પેશ ઠાકોરની કોઈ વાત અમે હવે માનવાના નથી અને અમે ભાજપને પણ કોઈપણ રીતે સપોર્ટ નહીં કરીએ પરંતુ કોંગ્રેસને જ સમર્થન આપીએ છીએ. હવે પછીના અલ્પેશ ઠાકોરના કોઈ પણ કાર્યક્રમમાં અમે ભાગ લેવા જઈશું નહીં.

READ ALSO

Related posts

અમેરિકી વિદેશમંત્રીનું દિલ્હીમાં આગમન, PM મોદી સહિત વિદેશપ્રધાન સાથે કરશે મુલાકાત

Riyaz Parmar

અડધી રાતે આંધ્રના પૂર્વ CM ચંદ્રાબાબુ નાયડુના ઘર પર ચાલ્યું JCB, સમર્થકોનો ભારે જમાવડો

Path Shah

દીદીનાં ભત્રીજાનાં વિવાદીત બોલ: જો કોઇ ‘જય શ્રીરામ’ બોલે તો ‘રામ નામ સત્ય હૈ’ બોલો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!