GSTV

માનવતા શર્મસાર/ ઉત્તરપ્રદેશના હાથરસ બાદ બલરામપુરમાં દલિત યુવતી સાથે ગેંગરેપ, પીડિતાનું નિપજ્યું મોત

ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી સાથે સામુહિક બળાત્કારના સદમાથી હજુ લોકો બહાર નથી આવ્યા ત્યાં બીજી તરફ યુપી બલરામપુરમાં વધુ એક દલિત યુવતી સાથે ગેંગરેપ અને હત્યાના સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. ફરીથી માનવતા શર્મસાર થઈ છે. ઉલ્લેખનીય છે કે પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે પીડિતાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું

દલિત યુવતી સાથે ગેંગરેપ અને હત્યાના સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા

નોંધનીય છે કે આ ઘટનામાં બે યુવકોએ મિત્રતાના બહાને દલિત યુવતીને બોલાવી તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. આ જનઘન્ય કૃત્ય કર્યા બાદ બંને આરોપીઓએ ગંભીર હાલતમાં યુવતીને રિક્ષામાં ઘરે મોકલી આપી હતી, જ્યાં રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલાની ગંભીરતા જોતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.

સમગ્ર બલરામપુર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયુ

સમગ્ર બલરામપુર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયુ છે..મૃતક યુવતીની માતાએ આક્ષેપ લગાવ્યો છે કે તેની બેટીને ઈન્જેક્શન લગાવીને ગેંગરેપ કરવામાં આવ્યો હતો..અને બાદમાં બંને પગ અને કમર તોડી રીક્ષામાં ઘરે મોકલી દેવાઈ.જોકે બલરામપુરના એસપી દેવરંજન શર્માએ હાથ પગ અને કમર તોડવાની વાત સાચી નથી તેવી સ્પષ્ટતા આપી..

બન્ને નરાધમોની થઈ ધરપકડ

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એક આરોપીનું નામ શાહિદ છે તેના પિતાનું નામ હબીબુલ્લા છે અને આ ગૈંસડીના રહેવાસી છે. ત્યારે બીજા આરોપીનું નામ સાહિલ છે, તેના પિતાનું નામ હમીદુલ્લા છે, આ શખ્સ પણ ગૈંસડીનો રહેવાસી છે, નોંધપાત્ર છે કે મામલાની ગંભીરતા જોતા બલરામ પોલીસ એક્શનમાં આવી છે. અને આ નરાધમોને તુંરત ઝડપી લેવામાં આવ્યા છે. હાલ બન્ને શખ્સો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

IPL 2020: કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી કેપિટલ્સને 5 રને હરાવ્યું, નિકોલસ પૂરનની શાનદાર ફિફટી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!