GSTV
News Trending World

બલૂચિસ્તાનના લોકો પાકિસ્તાન સામે લડી રહ્યા છે આઝાદીનો જંગ, ભારત અમારો આપે સાથ

કાશ્મીર મુદ્દે ભારતને બદનામ કરતુ રહેલુ પાકિસ્તાન પોતે બલૂચિસ્તાનમાં લોકો પર અત્યાચાર કરી રહ્યુ છે. બલુચિસ્તાનમાં લોકોમાં પાક સરકાર સામે ભારે રોષ છે ત્યારે દિલ્હીની મુલાકાત લેનાર બલોચ કાર્યકર અને પ્રોફેસર નાયલા કાદરીએ કહ્યુ હતુ કે, ચીન – પાકિસ્તાન કોરિડોર બલૂચિસ્તાનના લોકો માટે મોતના ફરમાન જેવો છે. આ કોઈ ઈકોનોમિક નહીં પણ સૈન્ય પ્રોજેક્ટ છે.આ માટે અમને વિસ્થાપીત કરાઈ રહ્યા છે.

પાકિસ્તાન ચીનની સાથે મળીને બલૂચ લોકોનો નરસંહાર કરી રહ્યુ છે

તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન ચીનની સાથે મળીને બલૂચ લોકોનો નરસંહાર કરી રહ્યુ છે.જો ભારત સરકાર મંજૂરી આપશે તો અમે વારાણસીમાં બલૂચિસ્તાનની શરણાર્થી સરકાર બનાવવા માટે તૈયાર છે.બલૂચિસ્તાન જો આઝાદ થયુ તો ત્યાં પીએમ મોદીની પ્રતિમા મુકવામાં આવશે.હું ભારતને આગ્ર કરી રહી છું કે, બલૂચિસ્તાન સાથે હાથ મિલાવે અને પાકિસ્તાન નામના આતંકના કેન્દ્રને સમાપ્ત કરે.ત્યાં આઝાદી માટે જંગ ચાલુ છે.નાના બાળકો પણ સંઘર્ષ કરી રહ્યા છે.

21 માર્ચે પોતાની શરણાર્થી સરકાર બનાવી

ઉલ્લેખનીય છે કે, બલૂચિસ્તાનની આઝાદી માટે ચલળ ચલાવી રહેલા નેતાઓએ 21 માર્ચે પોતાની શરણાર્થી સરકાર બનાવી છે અને તેના વડા તરીકે પ્રોફેસર નાયલા કાદરીની નિમણૂંક કરી છે.જે હાલમાં કેનેડામાં રહે છે અને અત્યારે ભારતની મુલાકાતે છે.

READ ALSO

Related posts

ડોલર સામે રૂપિયો ઑલ ટાઈમ લો પર, જાણો ભારતીય કરન્સીમાં કેમ આવ્યો ઘટાડો

Hemal Vegda

ક્રૂડ સપ્લાય વધારવા વેનેઝુએલા પર લાદેલ પ્રતિબંધ દૂર કરવા અમેરિકાની વિચારણા

Hemal Vegda

પહેલીવાર ટ્રાન્સજેન્ડરના રોલમાં જોવા મળશે મિસ યુનિવર્સ સુષ્મિતા સેન, આ વેબ સિરીઝમાં કરશે કામ

Hemal Vegda
GSTV