GSTV

પાક અને ચીન વિરુદ્ધ બલૂચિસ્તાનની આઝાદીનો સંઘર્ષ રહેશે ચાલુ : બલોચ લિબરેશન આર્મી કમાન્ડર

Last Updated on November 27, 2018 by

બલોચ લિબરેશન આર્મીના કમાન્ડર અસલમ બલોચે કહ્યુ છેકે પાકિસ્તાન અને ચીન વિરુદ્ધ બલૂચિસ્તાનની આઝાદીનો સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે. એક અજાણ્યા સ્થાન પરથી આપેલા ઈન્ટરવ્યૂમાં કમાન્ડર અસલમ બલોચે કહ્યુ છે કે બલૂચિસ્તાનમાં ચીનની દખલગીરી વધી રહી છે અને આ પાકિસ્તાન સામે બૂલુચિસ્તાનની આઝાદીની લડાઈ માટે મોટો ખતરો છે.

બલોચ લિબરેશન આર્મીએ તાજેતરમાં કરાચી ખાતેના ચીનના વાણિજિય્ દૂતાવાસ પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. કમાન્ડર અસલમ બલોચે કહ્યુ છે કે ગત પંદરથી વીસ વર્ષોથી બલુચિસ્તાનમાં પાકિસ્તાનનો હસ્તક્ષેપ ઝડપથી બદલાયો છે. ખાસ કરીને ચીન સાથે પાકિસ્તાનના સંબંધો આગળ વધ્યા છે. ત્યારથી આવી દખલગીરી વધુ તીવ્ર બની છે. ચીન હંમેશા પાકિસ્તાનની તરફદારી કરતું રહ્યું છે. પરંતુ ગત બે દશકાઓથી અહીં બલુચિસ્તાનના સંસાધનોના ઉપયોગ માટે ચીન, પાકિસ્તાનનું રાહબર છે.

ચીનને બલૂચિસ્તાનના સંસાધનોમાં મોટો હિસ્સો પ્રાપ્ત થાય છે. જ્યારે પાકિસ્તાનના પંજાબી મુસ્લિમોને બલોચ લોકોને મારવા અને બલૂચોના ગામ ઉજાડવાના બદલામાં કમિશન પ્રાપ્ત થાય છે. બલૂચિસ્તાનમાં બલોચો પાકિસ્તાન અને ચીનની મિલિભગતથી થઈ રહેલા અત્યાચારને કારણે કફોડી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. સીપીઈસીના નામે ચીન બલૂચિસ્તાનના સંસાધનોની લૂંટ કરી રહ્યું છે. તો મેગા પ્રોજેક્ટના દમ પર બલૂચિસ્તાન અને
સિંધમાં ચીન અને પાકિસ્તાન બંને પોતાની સૈન્ય શક્તિઓને વધારી રહ્યા છે.

આ સિવાય સીપીઈસીના નામ પર આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવાનું કામ ચીન અને પાકિસ્તાન કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે બલોચ લિબરેશન આર્મીએ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં કામ કરી રહેલા ચીનના કર્મચારીઓ પર ઘણીવાર હુમલા કર્યા ચે. આ વર્ષે દશમી ઓગસ્ટે એક પ્રોજેક્ટમાં કામ કરી રહેલા ચીની કર્મચારીઓ પર બલોચ લિબરેશન આર્મીના આત્મઘાતી હુમલામાં ત્રણ ચીની કર્મચારીઓ ઘાયલ થયા હતા.

અસલમે કહ્યુ છે કે સિંધ અને બલુચિસ્તાનમાં ચીન એકસોથી વધારે પ્રોજેક્ટ્સમાં કામ કરી રહ્યું છે. ચીન પોતાના કર્મચારીઓને સુરક્ષા આપવા માટે પોતાની સેના પણ લઈ આવ્યું છે. ચીન અને પાકિસ્તાન યોજનાઓ સામેની કોઈપણ પ્રકારની ટીકાઓ અને વિરોધને કચડવાની મનસાથી અત્યાચાર કરી રહ્યા છે. બલૂચો દ્વારા અહીં ઘણીવાર પ્રદર્શનો કરવામાં આવ્યા છે.

Related posts

લ્યો બોલો! ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ 220 કરોડ

Bansari

Big News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Bansari

ચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!