GSTV
Home » News » યુપીમાં ભાજપને મોટો ફટકો : સહયોગી પાર્ટીએ છોડ્યો મોદીનો સાથ, એકલા હાથે લડશે ચૂંટણી

યુપીમાં ભાજપને મોટો ફટકો : સહયોગી પાર્ટીએ છોડ્યો મોદીનો સાથ, એકલા હાથે લડશે ચૂંટણી

યુપીમાં ભાજપની સહયોગી પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ ભાજપનો સાથ છોડી એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટી અધ્યર્શ ઓપી રાજભર આ મામલે આજે મહત્વની જાહેરાત કરી શકે છે. આ પહેલા રાજભર એવુ પણ જણાવી ચુક્યા છે કે, હું ભાજપનો નેતા નથી અને અમારી પાર્ટી અલગ છે. પૂર્વોચલમાં અમારી તાકાતને જોઈને ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યુ હતુ.

અમે કોઈની કૃપાથી મંત્રી નથી. રાજભરે એવી પણ ચેતાવણી આપી હતી કે, યુપીમાં ઓબીસીને 27 ટકા અનામત નહીં આપવામાં આવે તો ભાજપ સાથે ગઠબંધન તોડવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓપી રાજભરની પૂર્વાચલમાં સારી પકડ છે. રાજભર પૂર્વાચલમાં એકલા હાથે ચૂંટણી લડશે તો ભાજપને નુકસાન થાય તેમ છે. જેથી ભાજપ આ મામલે મૌન ધારણ કરીને બેઠી છે.

READ ALSO

Related posts

કાશીનો પ્રસાદ મને શક્તિ આપે છે: PMનાં આગમનથી સમગ્ર વારાણસી કેશરીયા નગરી બની

Riyaz Parmar

અધધધ…ચોથા તબક્કાનાં 300થી વધુ ઉમેદવારો કરોડપતિ,આ ઉમેદવાર તો સાક્ષાત ધનકુબેર

Riyaz Parmar

ઉમેદવારી પત્ર ભરતા પહેલાં PMનું રેલી દ્વારા શક્તિ પ્રદર્શન

Mansi Patel