GSTV

બલીયા ગોળી કાંડનો મુખ્ય સુત્રધાર ધીરેન્દ્ર સિંહની ધરપકડ, લખનૌથી દબોચી લેતી પોલીસ

બલીયા ગોળી કાંડનો મુખ્ય આરોપી ધીરેન્દ્ર પ્રતાપ સિંહની ધરપકડ કરી લેવાઈ છે. તે છેલ્લા ત્રણ દિવસથી ફરાર હતો. મળેલી જાણકારી પ્રમાણે એસટીએફની ટીમે બલિયા કાંડના મુખ્ય આરોપી ધીરેન્દ્ર સિંહને લખનૌના જનેશ્વર મિશ્ર પાર્કની પાસેથી આજે સવારે દબોચી લીધો છે.

STFની ટીમ સ્થાનિક પોલીસને સોપશે

ધીરેન્દ્ર સિંહ સિવાય બે અન્ય આરોપી સંતોષ યાદવ અને અમરજીત યાદવની ધરપકડ કરાઈ છે. બંને ઉપર 50-50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે જ મુખ્ય આરોપી ધીરેન્દ્ર સિંહ સિવાય અત્યારસુધી 10 આરોપીની ધરપકડ કરાઈ છે. સૂચના પ્રમાણે STFની ટીમે મુખ્ય આરોપી ધીરેન્દ્ર સિંહ બલીયાને લઈને જશે અને સ્થાનિક પોલીસને સોપશે. આ પહેલા બલીયા ગોળીકાંડના મુખ્ય આરોપી ધીરેન્દ્ર સિંહને લઈને જાહેર કરવામાં આવેલું ઈનામ યુપી પોલીસે વધારીને 50-50 હજાર રૂપિયા કરી દીધું હતું.

એનએસએ હેઠળ નોંધાશે ફરિયાદ

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ઉપર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો અને ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. આરોપીઓની શોધખોળમાં પોલીસની 10 ટીમો જોડાયેલી હતી.

Related posts

વિશ્વ માટે રાહતના સમાચાર: રશિયાની આ કોરોના વેક્સીન થઇ રહી છે સફળ, 85% લોકો પર નથી થઇ કોઈ આડઅસર

pratik shah

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

pratik shah

IPL-2020 : સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 88 રને હરાવ્યું, રાશિદ ખાનની 3 વિકેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!