GSTV

બલિયા ગોળીબાર કાંડમાં ભાજપના ધારાસભ્યને દખલ ન કરવા પક્ષ પ્રમુખ નડ્ડાએ આપી ચેતવણી, આપશે શો કોઝ નોટિસ

Last Updated on October 19, 2020 by Mansi Patel

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રેવતી દુર્જનપુર ગામમાં ગયા અઠવાડિયે ભાજપના નેતા ધર્મેન્દ્રએ કરેલાં ભયાનક ગોળિબાર પછી તેને બચાવવા ખુલ્લો પક્ષ લઈને મેદાને પડેલા ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રને ભાજપ હવે રહી રહીને પગલાં ભરી રહ્યું છે. ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રએ આરોપીનો બચાવ કરવા આપેલા નિવેદન બાદ જેપી – જગત પ્રતાપ નડ્ડાએ નારાજગી જાહેર કરી છે. ઉત્તર પ્રદેશના ભાજપના પ્રમુખ સ્વતંત્ર દેવ આ ધારાસભ્યને કારણ દર્શક નોટિસ આપે એવો આદેશ નડ્ડાએ આપ્યો છે. ભાજપના ધારાસભ્યએ કહ્યું હતું કે આરોપી મરો સહયોગી છે. અને પોતાના સ્વરક્ષણ માટે ગોળી ચલાવી છે. પોલીસ મથકને ઘેરાવ કરવાની ધમકી આપી હતી.

ભાજપ પ્રમુખ નડ્ડાએ પ્રદેશ એકમને સ્પષ્ટ કહ્યું છે કે, ધારાસભ્ય આ મામલામાં દખલ ન કરે. તપાસમાં અડચણો ઊભી ન કરે. જો તેમ કરશે તો પક્ષ તેમની સામે સખત પગલાં લેશે. આમ યોગી સરકાર પર પક્ષ પ્રમુખે આ રીતે જવાબ આપ્યો છે. મધ્ય પ્રદેશમાં યોગી તેમના ધારાસભ્યોને પણ અંકૂશમાં રાખી શકતાં નથી તેનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. ધારાસભ્યએ એવું પણ કહ્યું હતું કે, હું ધારાસભ્ય રહું કે ન રહું, પણ સ્વાભિમાન અને સંસ્કૃત્તિનું રક્ષણ જરૂર કરીશ. હું બધાની સાથે ઊભો રહેતો હોઉં છું. હું ક્ષત્રિયોની સાથે છું.

READ ALSO

Related posts

Food Funda / દેશી ઘીને સ્વાસ્થ્યપ્રદ બનાવવા માટે તેમાં નાખો આ પાંચ વસ્તુઓ, મળશે શ્રેષ્ઠ પરિણામ

Vishvesh Dave

ચોંકાવનારુ: વડોદરામાં અભ્યાસ અર્થે આવેલી યુવતી બની દુષ્કર્મનો ભોગ, વાસના ભૂખ્યા વરૂઓએ મારઝૂડ કરીને પીંખી નાખી!

pratik shah

ચિંતામુક્ત થઈ જાવ / Googleનું આ શાનદાર ફિચર સ્માર્ટફોન્સને રાખશે Virus-Free, આવી રીતે કરો ઉપયોગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!