GSTV

બલિયા ગોળીબાર કાંડમાં સાત આરોપીઓની ધરપકડ, મુખ્ય આરોપી પણ પોલીસના શકંજામાં

Last Updated on October 16, 2020 by pratik shah

બલિયા ગોળીબાર કાંડમાં મુખ્ય આરોપી ધર્મેન્દ્ર પ્રતાપસિંહના ભાઈ દેવેન્દ્ર પ્રતાપસિંહ સહીત કુલ ચાર આરોપીઓને બલિયા પોલીસે ઝડપીપળિયા છે. મુખ્ય આરોપી ધર્મેન્દ્ર પ્રતાપસિંહ અત્યાર સુધી ફરાર હતી જેને પકડવા માટે ડઝન બંધ પોલીસની ટીમ જગ્યા જગ્યાએ દરોડાઓ પાડી રહી હતી. આ વચ્ચે નિર્ણય લેવામાં આવ્યો કે દુર્જનપુર ગામમાં તમામ તમામ હથિયારોના લાયસન્સ રદ્દ કરી દેવામાં આવે.

સ્થાનિક પોલીસની ભૂલ સ્વીકારી

બલિયાના એસપી દેવેન્દ્રનાથ અને ડીએમ હરિ પ્રસાદ શાહીએ સ્થાનિક પોલીસની ભૂલ સ્વીકારી છે. બંને અધિકારીઓએ પરિવારને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ, ગામલોકોએ ધરપકડની માંગ કરી હતી. ડીએમએ જણાવ્યું છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તપાસ ચાલી રહી છે. ડીએમનું કહેવું છે કે અનેક ધરપકડો કરવામાં આવી છે અને મુખ્ય આરોપી પણ જેલના સળિયા પાછળ હશે.

આરોપીઓને શોધવા પોલીસના દરોડા

આ દરમ્યાન, આઝમગઢ ઝોનના આઇજી સુભાષ ચંદ્ર દૂબે, દુર્જનપુર ગામમાં કેમ્પ લગાવી રહી રહ્યા છે. તો બીજી બાજુ, આરોપીઓની શોધમાં ડઝનબંધ પોલીસ ટીમ જગ્યા જગ્યાએ દરોડાઓ પાડી રહી છે. તો. આ ઘટના બાદ પોલીસે આરોપી ધર્મેન્દ્ર પ્રતાપસિંહના ઘરે ભારે તોડફોડ કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે આરોપીઓની ધરપકડના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવ્યા છે.

આરોપીઓના ઘરે તોડફોડ

મળતી માહિતી અનુસાર, પોલીસે મુખ્ય આરોપીના ઘરની મહિલાઓને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધી છે. સાથે જ પોલીસે આરોપીના ઘરે ભારે તોડફોડ કરી છે. પોલીસના જવાનોએ આરોપીના ઘરની બારીઓ પણ તોડી નાખી છે. એટલું જ નહિ ઘરમાં રાખવામાં આવેલ ફર્નિચર પર પણ પોલીસે ગુસ્સો ઠાલવ્યો હતો. સાથે જ ઘરની બહાર ઉભેલી બાઈકે અને કાર પણ તોડી નાખ્યા હતા.

જમીન વિવાદમાં થયું હતું ફાયરિંગ

ઉલ્લેખનીય છે કે 15 ઓક્ટોબરની બપોર બાદ બલિયા જિલ્લાના રેવતી પોલીસ સ્ટેશન વિસ્તારના દુર્જનપુર ગામમાં રેશનિંગની દુકાનને લઈને કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં 2 પક્ષો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં ગામના જ દબંગ ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફ ડબ્લ્યુએ પોતાના સાથીઓ સાથે મળીને અન્ય પક્ષના લોકો પર હુમલો કરી દીધો હતો અને અંધાધુન ફાયરિંગ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!