GSTV
Gujarat Government Advertisement

બલીયા ગોળીકાંડઃ લખનૌમાંથી મુખ્ય આરોપી ધીરેન્દ્રની ધરપકડ, આ વ્યક્તિની હત્યાનો છે આરોપ

કોરાના

Last Updated on October 18, 2020 by Ankita Trada

યુપીના બલિયામાં કલેક્ટરની હાજરીમાં જ ફાયરિંગ કરીને હત્યા કરનાર ભાજપના નેતાની આખરે લખનૌમાથી ધરપકડ કરવામાં આવી છે. બલિયામાં દુકાનોના એલોટમેન્ટને લઈને બે જૂથો વચ્ચે લોહિયાળ જંગ થયો હતો.

વ્યક્તિની હત્યા કરી નાખી

જેમાં આરોપ છે કે, ભાજપના નેતા ધીરેન્દ્રએ કલેક્ટરની અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ફાયરિંગ કરીને જયપ્રકાશ પાલ નામના વ્યક્તિની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ યુપી સરકાર પર ફરી વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને માછલા ધોવાયા હતા.

પોલીસની એક વિશેષ ટીમ કામે લાગી

ફરાર થઈ ગયેલા ધીરેન્દ્ર સિંહને પકડવા માટે યુપી પોલીસની એક વિશેષ ટીમ કામે લાગી હતી. તેના પર 50 હજાર રૂપિયાની ઈનામ જાહેર કરાયુ હતું. હવે લખનૌથી તેને અને તેના સાગરિતોને પકડી લેવામાં આવ્યા છે.તેમની પાસેથી કેટલાક હથિયારો પણ મળી આવ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!